શ્રી અશોકકુમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા ઇ/ચા પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.ત્રિવેદી સાહેબ નાઓએ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૪૨૧૧૯૩૬ પ્રોહી કલમ ૬૫(ઇ),૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હા કામે આરોપી આલકુભાઇ રાણીંગભાઇ ગોવાળીયા જાતે-કાઠી દરબાર ઉ.વ.૨૧ રહે.ગાળા ગામ, તા.ગઢડા જી.બોટાદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી બોટાદ ગાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની બાતમી હે.કો. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી નાઓને મળતા બાતમી આધારે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.બી.દેવધા તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા હેડ.કોન્સ. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા નાસતા ફરતા સ્કોડના એ.એસ.આઇ જીજ્ઞેશભાઇ હસમુખભાઇ દંગી તથા આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી તથા આ.હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા નાઓએ આરોપી આલકુભાઇ રાણીંગભાઇ ગોવાળીયા જાતે-કાઠી દરબાર ઉ.વ.૨૧ રહે.ગાળા ગામ, તા.ગઢડા જી.બોટાદ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે ગઢડા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરી ઇ/ચા પોલ્રીસ અધીક્ષકશ્રી એસ.કે.ત્રિવેદી સાહેબનાઓની માર્ગદર્શન મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સ શ્રી શ્રી એ.બી.દેવધા તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા હેડ.કોન્સ. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા નાસતા ફરતા સ્કોડના એ.એસ.આઇ જીજ્ઞેશભાઇ હસમુખભાઇ દંગી તથા આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી તથા આ.હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા નાઓને કરેલ છે.