Breaking NewsCrime

ગારીયાધારના સાતપડા ગામે થયેલ હિચકારી હત્યાનો ભેદ ઉકેલી ૨૪ કલાકમા આરોપીની ધરપકડ કરતી ગારીયાધાર પોલીસ

ગારીયાધારના સાતપડા ગામના સ્મશાન પાસે નદીમાં એક અર્ધ બળેલ માનવ લાશ બાબતેની જાણકારી મળતા તાત્કાલીક સ્થળ પર જઈ મરણ જનાર હીરેનભાઈ ગભરૂભાઈ ગરણીયા રહે.સાતપડા તા.ગારીયાધાર હોવાની ઓળખ થયેલ જે બાબતે મરણજનારના સગા મોટાબાપુ અમરાભાઈ ગરણીયાએ લાશ ઓળખી બતાવેલ અન ફરીયાદ આપેલ કે,મરણજનાર હિરેનને તેના પિતા ગભરૂભાઈ રામભાઈ ગરણીયાએ મારી નાખી લાશ સળગાવી દઈને,મરનારની લાશને મોટર સાયકલમા લઈ જઈ સાતપડા ગામના તળાવ પાસે ફેકી દીધેલ જે બાબતે ગારીયાધાર પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૮૦૧૯૨૨૦૨૧૯/૨૦૨૨ IPC ક.૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો રજી.કરી આગળની તપાસ ગારીયાધાર P.S.I.વી.વી.ધ્રાંગુએ હાથ ધરેલ હતી
ગારીયાધાર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ હતી,તે દરમ્યાન ખાનગી રાહે હકીક્ત મળેલ કે આરોપી ગભરૂભાઈ ગરણીયા અમદાવાદ તરફ નાસી ગયેલ છે અને તેના પત્ની અમદાવાદ ખાતે રહે છે આથી તે દિશામાં તપાસ તેજ કરી એક ટીમ અમદાવાદ રવાના કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સ મેળવી અમદાવાદ શહેરના વિનોબા ભાવેનગરથી આરોપીને જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશનની પોલીસની મદદ લઈ પકડી પાડવામાં આવેલ હતો બાદ આરોપીને ગારીયાધાર પોલીસ સ્ટેશન લાવી કોવીડ-૧૯ ટેસ્ટ કરાવી તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ગુન્હાના કામે અટક કરવામા આવેલ
આરોપીની યુક્તિપ્રયુકિતથી પુછપરછ દરમ્યાન આરોપી ભાંગી પડેલ અને બાપ દિકરો બંને એકલાજ ઘરે રહેતા હોય અને ઘરના તથા ખેતીના કામકાજ બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હોય તેમજ મરણજનાર બનાવના દિવસે રાત્રે જાહેરમા મન ફાવે તેમ ગાળો બોલતો હોય અને ઘરના કામ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ આવેશમા આવી જઇ તેના દિકરા હિરેનની તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ રાત્રે પોતાના ઘરે રહેલ લોખંડનુ ભાલુ મારી અધમુવો કરી બાદમા સળગાવી દિધેલ પરંતુ લાશ પુરેપુરી નહી સળગતા તા.૨૯/૦૪/૨૦૨૨ ના સવારે પોતાના મોટર સાયકલમાં મરણજનારની લાશ બાંધી સાતપડા સ્મશાન પાસે નદીમા અર્ધબળેલ લાશ ફેકી દિધેલાની ક્રુર અને ધૃણાસ્પદ સીલસીલાબધ હકીકત આરોપીએ જણાવેલ હતી તપાસ દરમ્યાન આરોપીએ ગુન્હામાં વાપરેલ હથીયાર, મોટરસાયકલ તથા મોબાઈલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે
આમ હિચકારી અને ધૃણાસ્પદ કાળજુ કંપાવી નાખે તેવી ઠંડા કલેજે હત્યા કરેલ જે બનાવ બાબતે સમગ્ર ગારીયાધાર પંથકમા અરેરાટી વ્યાપી ગયેલ હતી આમ એક પિતાએ પોતાના જ દિકરાની કૃરતાપુર્વક અને કાળજુ કંપાવી દે તે રીતે ઠંડા કલેજે હિચકારી હત્યા કરેલ,જે ગંભીર ગુન્હાનો ભેદ ગારીયાધાર પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે
આરોપીનુ નામ-સરનામુ
ગભરૂભાઇ રામભાઇ ગરણીયા ઉવ.૫૨ રહે. સાતપડા તા.ગારીયાધાર
તપાસ અધિકારી તથા ટીમ :-(૧) PSI વી.વી.ધ્રાંગુ
(૨) HC દિનેશભાઈ ગઢવી
(૩) HCરાજેન્દ્રસિંહ ગોહિલ
(૪) PCવિજયભાઈ મકવાણા
(૫) PCરાજુભાઈ વાઘેલા
(૬) PCવિજયસિંહ ગોહિલ
(૭) PCશૈલેષભાઈ ચાવડા
(૮) PC જલયભાઈ મકવાણા
(૯) DPC ગીરીરાજસિંહ સરવૈયા

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 382

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *