Breaking NewsCrime

ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

➡️ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

➡️ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને સંયુકત રીતે હકિકત મળી આવેલ કે,ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપી સતિષ રઘુરામભાઇ ગોંડલીયા રહે.કાશી વિશ્વનાથ મંદીરની બાજુમાં,જેસીંગપરા,અમરેલી વાળા હાલ-રામકુપા સોસાયટી,ગાયત્રી સોસાયટી પાસે,વરાછા, સુરત રહે છે. જે હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફનાં માણસોએ સુરત ખાતે જઇ ઉપરોકત હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સુરત,કાપોદ્રા ચાર રસ્તા પાસેથી  નાસતાં-ફરતાં આરોપી સતિષ રઘુરામભાઇ ગોંડલીયા ઉ.વ.૩૪  ધંધો-હિરા ઘસવાનો રહે.કાશી વિશ્વનાથ મંદીરની બાજુમાં,જેસીંગપરા, અમરેલી વાળા હાલ-રામકુપા સોસાયટી,ગાયત્રી સોસાયટી પાસે,વરાછા, સુરતવાળા હાજર મળી આવેલ.તેઓની પુછપરછ કરતાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં પોતે નાસતાં-ફરતાં હોવાનું જણાવેલ.જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ગારીયાધાર  પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

➡️ આમ,ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં વિશ્વાસઘાત તથા છેતરપીંડીનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી., ભાવનગરને સફળતા મળેલ છે.

➡️ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર. સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા,જયદિપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર તથા ડ્રાયવર સુરસિંહ ગોહિલ એ રીતેના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *