Breaking NewsCrime

ગારીયાધાર મીઠા કુવા પાસેથી ચોરાઉ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બનેલ ચોરના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તા રમાં શકદારોની હકિકત મેળવવા ગારીયાધાર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યારન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પો.કોન્સ શકિતસિંહ સરવૈયા ને બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાધાર મીઠા કુવા પાસે એક ઇસમ કાળા કલરનું બજાજ કંપનીનુ CT100 મો.સા. સાથે ઉભેલ છે. અને તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા સંજય ઉર્ફે કાળુ મોહનભાઇ જમોડ/કોળી ઉવ.૩૦ રહે.ટોળપાણ વિસ્તાર ગારીયાધાર જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા તેને પકડી તેની કબ્જામાં એક કાળા કલરનું બજાજ કંપનીનું CT100 રજી નં – GJ-25-N-4962 નુ મો.સા.મળી આવતા જે મો.સા.ના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા કિ.રૂ.૨૫૦૦૦/-ગણી સદરહું મો.સા. C R P C 102 મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્ટેશન જી.પોરબંદર ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.
મજકુર ઇસમની પુછ પરછ કરતા સદરહું મો.સા. આજથી બે મહીના પહેલા રાણાવાવ જી.પોરબંદર ખાતેથી સદરહું મો.સા ચોરી કરી કરેલાનુ જણાવેલ.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *