Breaking NewsCrime

ચોરાઉ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ઉમરાળા પોલીસ

ઉમરાળા પોલીસ સ્ટાફ ઉમરાળા ગામે દાતાર ચોકડીએ વાહન ચેકીંગમાં હતો તે દરમ્યાન ધારુકા ગામ તરફથી બે ઈસમો કાળા વાદળી પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ મોટર સાયકલ સાથે ચાલક વિપુલભાઈ ઠાકરશીભાઈ મકવાણા ઉ.વ.૩૫ ધંધો-ખેત મજૂરી રહે.મોટા સુરકા તા.શિહોર મૂળ ગામ નાગધણીબા તા.જી.ભાવનગર તથા પાછળ બેઠેલ ઇસમ રસિકભાઈ ઉર્ફે ઘુઘો વાલજીભાઈ અડાણીયા ઉ.વ.૩૮ ધંધો-ખેત મજૂરી રહે.જિથરી તા.શિહોર મૂળ ગામ.આંબલા તા.શિહોર જી.ભાવનગર વાળો હાજર મળી આવેલ તેઓ બંને પાસે રહેલ નંબર પ્લેટ વગરનાં મોટર સાયકલના આધાર કે રજી. કાગળો માંગતાં નહિ હોવાનું જણાવેલ બાદ પો.સ્ટે.લાવી વધુ પૂછપરછ કરતા ચાર પાંચ દિવસ પહેલા ટીંબી ગામ નજીક આવેલ સ્વામી નીર્દોષાનંદ હોસ્પિટલ બહાર પાર્કિંગ માંથી ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાવતા હોઈ જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી બંને ઇસમોને હસ્તગત કરવામાં આવેલ ઉમરાળા પોલીસ સ્ટાફને વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 390

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *