💫પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો.રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
💫 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ગઇકાલે ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર, ઘોઘા સર્કલ પાસે રોડ ઉપર આવતાં પો.હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, રૂપાણી સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ સફેદ કલરનું હોન્ડા કંપનીનુ એકટીવા મો.સા. નં. GJ-04 BK 615નું લઇને ઉભો છે.જેમાં નંબરમાં એક અંક ચેકી નાખેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ભરતભાઇ ઉર્ફે ઉંદરી રતીલાલ સોલંકી ઉ.વ.૩૬ ધંધો-હિરા ઘસવાનો રહે.દે.પુ.વાસ,રામદેવપીર ના મંદીર પાસે, વડવા ચાવડીગેટ, ભાવનગરવાળો હોવાનું જણાવેલ.તેની પાસેથી સફેદ કલરનું હોન્ડા કંપનીનુ એકટીવા સ્કુટર આગળના ભાગે રજી. નંબર-GJ-04 BK 615 લખેલ.જેમાં એક અંક ચેકી નાખેલ જોવામા આવેલ.જે સ્કુટરનાં ચેસીસ તથા એન્જીન નંબરથી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા સ્કુટર રજી. નંબર-GJ-04 BK 6155 હોવાનું અને માલિક મહેતા હેમંતભાઇ ગુણંવતરાય રહે.બ્લોક નંબર-૯૦૩,માધવહીલ વાઘાવાડી રોડ, ભાવનગરવાળા હોવાનું જણાય આવેલ. જે સ્કુટર હાજર મળી આવેલ ભરતભાઇ ઉર્ફે ઉંદરીએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જેથી સ્કુટર કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. મજકુર ઇસમને હસ્તગત કરી તેની પુછપરછ કરતાં ગઇ તા.૨૮/૦૪/૨૦૨૨ ના બપોરના ત્રણ સાડાત્રણેક વાગ્યાની આસપાસ ભાવનગર, મહાલક્ષ્મી સ્કુલવાળી ગલી, મેઘાણી સર્કલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેને આગળની કાર્યવાહી કરવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
➡️આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં સ્ટાફને ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ.
💫આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી બી.એસ.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,શ્રી પી.આર. સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ.કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.