Breaking NewsCrime

છાપરી રાજસ્થાન પોલીસે ગાંજો પકડ્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમિત પટેલ અંબાજી

અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી પાસે રાજસ્થાન છાપરી પોલીસ ચોકી આવેલી છે જ્યા વાહનો ની આડમા દારૂ અને ચરસ ગાંજો અફીણ હેરોઇન જેવી વસ્તુઓ સાથે કેટલાક માથાભારે તત્વો બોર્ડર પરથી ગુજરાત મા મોટુ નેટવર્ક ચલાવી રહ્યા છે જે પર્દાફાશ રાજસ્થાન છાપરી પોલીસે કર્યો હતો.
રાજસ્થાન છાપરી પોલીસે જણાવ્યું હતું કે અમો પેટ્રોલિંગ મા ઊભા હતા ત્યારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી વેગન આર કારના બોનેટ મા ગાંજો છુપાવેલો હતો જે કારમા બે લોકો બેસેલા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ સુરેશ તેલી અને મહાવીર સાહુ રાજસ્થાનના ભીલવાડા ખાતે રહે છે અને બે નંબરનો વ્યવસાય કરે છે. આરોપીઓ પાસે જીજે 1એફ ટી 5930 ટેક્સી પાર્સિંગ કાર હતી. આમ રાજસ્થાન છાપરી પોલીસ ચોકીની સુંદર કામગીરી જોવા મળી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *