જામખંભાળિયા: ગુજરાતભરમાં ચકચારી બનેલા જામખંભાળિયાના યુવાનને નિર્વસ્ત્ર કરવાના મામલામાં તંત્ર આકરા પાણીએ તમામ પાંચ આરોપીઓને દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. યુવાનને નિવસ્ત્ર કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેના સંદર્ભે આ ગુનાને ગંભીર રીતે લેતા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા એલસીબીના પીઆઇ ચાવડા ને જરૂરી માહિતી મેળવી પાસા અંગેની દરખાસ્ત ની રજુઆત ની દરખાસ્ત લેવાનું જણાવતા દ્વારકા જિલ્લા કલેક્ટર ડૉ નરેન્દ્ર કુમાર મિણા દ્વારા તમામની પાસા દરખાસ્ત મંજુર કરતા એલસીબી દ્વારા પાંચેયની ધરપકડ કરી 2 ને સુરત મધ્યસ્થ જેલ અને 3 ને વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરાઈ છે.




















