Breaking NewsCrime

દિવાળીનાં તહેવાર સમયે ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્‍થો કિ.રૂ.૧૮,૮૭,૮૪૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૯૯,૩૪૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

💫ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને દિવાળીનાં તહેવારોમાં શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગાર ની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

💫ગઇકાલે ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઓમદેવસિંહ હરદેવસિંહ વાળા રહે.તળાજી નદીનાં સામા કાંઠે,તળાજા વાળાએ રાજસ્થાનથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મંગાવેલ છે. જે ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ટાટા કંપનીનાં H.P. ગેસનાં ટેન્‍કર રજી નં. GJ-17-UU 8895માં આવેલ ગેસ કેપ્‍સ્‍યુલમાં ભરી ડ્રાયવર-કલીનર બંને જણાં ટેન્‍કર લઇને મહુવા ચોકડી તરફ જવાનાં છે.

જે બાતમી આધારે ઉપરોકત વાહનની વોચમાં રહેતા બાતમી વર્ણનવાળું ટેન્‍કર ઉભું રખાવતાં ડ્રાયવરે ઉભું રાખેલ નહિ. જેથી ટેન્‍કરનો પીછો કરી તળાજા- મહુવા હાઇ-વે ઉપર આવેલ એસ્‍સાર પેટ્રોલપંપ પાસે રોડ ઉપર ટેન્‍કર ઉભું રખાવતાં  ટેન્કરનાં ડ્રાયવર….

(૧) કૈલાશ ભગાજી ગાયરી ઉ.વ.૨૭ ધંધો- ડ્રાયવીંગ રહે.તળાવની પાળ, ગાયરીઓ કી બસ્તી, સાક્રોદા થાના-પ્રતાપનગર તા.ગીરવા જી.ઉદયપુર, રાજસ્થાન

ક્લીનર
(૨) લાલસિંગ કિશનસિંગ દેવરા ઉ.વ. ૩૬ ધંધો-કલીનર અને ડ્રાયવીંગ રહે.ઘર નં.૯૧,ફલા વરકડા, સાક્રોદા થાના-પ્રતાપનગર તા.ગીરવા જી.ઉદયપુર, રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.

આ ટાટા કંપનીનાં LPG VAN ટેન્‍કર રજી.નંબર- GJ-17- UU 8895 માં પાછળના ભાગે ઢાંકણું ખોલાવતાં ગેસ કેપ્સ્યુલમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્થો ભરેલ હોવાનું  જણાય આવેલ. જેથી આ ટેન્કર તળાજા પોલીસ સ્‍ટેશન ખાતે લાવી તે ટેન્‍કરનાં ગેસ કેપ્‍સ્‍યુલમાંથી ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો બહાર ઉતારી જોતાં નીચે મુજબનાં વર્ણન તથા સંખ્યા મુજબનો મળી આવેલ.

1.       કોપનહેગન ડેન્માર્ક ટુબોર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બિયર કંપની સીલપેક ૫૦૦ ML કુલ બિયર ટીન-૨૦૮૮ કિ.રૂ.૨,૦૮,૮૦૦/-
2.       મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૭૬૮ કિ.રૂ.૨,૮૮,૦૦૦/-
3.       મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ કંપની સીલપેક ૩૭૫ ML બોટલ નંગ-૧૧૫૨ કિ.રૂ.૨,૦૭,૩૬૦/-
4.       મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૨૬૪૦ કિ.રૂ.૨,૬૪,૦૦૦/-
5.       સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ્યુ પીકડ ગ્રેઇન વ્હીસ્કી કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૭૮૦ કિ.રૂ.૨,૮૦,૮૦૦/-
6.       સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ્યુ પીકડ ગ્રેઇન વ્હીસ્કી કંપની સીલપેક ૩૭૫ MLબોટલ નંગ-૧૨૦૦કિ.રૂ.૨,૧૬,૦૦૦/-
7.       સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ્યુ પીકડ ગ્રેઇન વ્હીસ્કી કંપની સીલપેક ૧૮૦ MLબોટલ નંગ-૨૫૪૪કિ.રૂ.૨,૫૪,૪૦૦/-
8.       મેજીક મુમેન્ટ ગ્રેઇન વોડકા કંપની સીલપેક ૩૭૫ ML બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૩૦,૨૪૦/-
9.       મેજીક મુમેન્ટ ગ્રેઇન વોડકા કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦/-
10.   મેજીક મુમેન્ટ ગ્રીન એપલ ફલેવર્ડ વોડકા કંપની સીલપેક ૩૭૫ ML બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૩૦,૨૪૦/-
11.   મેજીક મુમેન્ટ ગ્રીન એપલ ફલેવર્ડ વોડકા કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦/-
12.   ગોલ્ફર્સ શોટ પ્રીમીયમ બેરલ વ્હીસ્કી કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦/-
13.   સીગ્રામ્સ બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કી કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૨૪ કિ.રૂ.૨૦,૪૦૦/-
14.   ટેન્કર રજી નં.GJ-17-UU 8895કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-,મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૬,૫૦૦/-,આરોપી કલીનરની અંગજડતીમાંથી કબ્જે કરેલ રોકડ રૂ.૫,૦૦૦/-ની ચલણી નોટો તથા આરોપીઓનાં આધાર કાર્ડ-૦૧ કિ.રૂ.૦૦/- તથા ડ્રાયવીંગ લાયસન્સ-૦૨ કિ.રૂ.૦૦/-

આ બંને પકડાયેલ ઈસમોને ઉપરોકત ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો કોની પાસેથી લાવી કોને આપવાનો હતો.? તે બાબતે પુંછતાં તેઓ બંનેને જીતેન્દ્દભાઇ ઉર્ફે જીતુભાઇ રહે.અમદાવાદ વાળાએ ઉપરોકત ટેન્કરમાં ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ભરાવી આપી ભાવનગરનાં તળાજા રહેતાં ઓમદેવસિંહ વાળાને આપવા માટે મોકલી આપેલ હોવાનું જણાવેલ.

💫 આમ,દિવાળીનાં તહેવાર સમયે ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટનાં ઇંગ્‍લીશ દારૂ/બિયરનાં જથ્‍થા સહિત કુલ કિ.રૂ.૨૮,૯૯,૩૪૦/-નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્‍ચને મહત્‍વની સફળતા મળેલ.

💫આ તમામ ઈસમો વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.

💫આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, વનરાજભાઇ ખુમાણ,જયરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ બારૈયા,હિતેશભાઇ મકવાણા તથા ડ્રા.પો. કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *