Breaking NewsCrime

ધનસુરા માં બુટલેગરો બે ખૌફ

જનતા નગરમાં જનતા રેડ નું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર લોખંડ ની પાઈપ થી હુમલાની કોશિશ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા માં દિવસે ને દિવસે બુટલેગરો બેખૌફ બની રહ્યા છે  ધનસુરા માં દારૂ નું વેચાણ અટકે અને દારી ની બદી દૂર થાય તે માટે ધનસુરા નગર ના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયત માં અરજી કરવામાં આવી છે જે અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે  અને ધનસુરા માં દારૂ ના અડ્ડાઓ બંધ થાય તે માટે ગ્રામ પંચાયતે ઠરાવ કરી ધનસુરા પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી છે જે ઠરાવ ના આધારે ધનસુરા પોલીસ દ્વારા દારૂ બંધીનો કડક અમલ કરાવવા માં આવી રહ્યો છે પરંતુ કેટલાક બુટલેગરો ને પોલીસ નો કે કાયદા નો કોઈ ડર જ ના હોય તેમ દારૂ નું વેચાણ કરી રહ્યા છે .

મહત્વનું છે કે ધનસુરા પંથક મા કેટલીયે મહિલાઓ એ દારૂ ના સેવન થી તેમના પતિ ગુમાવ્યા છે અને નાની વયે વિધવા બની છે તેમજ નાના બાળકોએ બાળપણ માં જ પિતા ની છત્ર છાયા ગુમાવી છે ત્યારે કેટલાક જાગૃત નાગરિકો ધનસુરા માં દારૂ બંધી થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે

      ધનસુરા ના જનતા નગર માં રહેતો માથા ભારે બુટલેગર નિતેષ ગટુભાઈ ના ઘરે શનિવાર ના રોજ રાત્રે જાગૃત નાગરિક દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી તે દરમિયાન એક વ્યક્તિ દારૂ પીતો પકડાયો હતો તે સમયે ઉશ્કેરાયેલા બુટલેગર અને તેની સાથે રહેલા કેટલાક યુવકો એ આ ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મી નો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લોખંડની પાઇપ લઈ મારવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર મામલે ધનસુરા પોલીસ ને જાણ કરતા તાબળતોબ પોલિસ ટિમ જનતા નગર માં પહોંચી હતી પોલીસ ને જોઇને  બુટલેગર બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો પોલીસ ને જોઇને  બુટલેગર  તેમજ  તેના સાથી દારો નાશી છૂટ્યા હતા પોલીસે તેના ઘરમાં તલાશી લેતા દેશી દારૂ ની પોટલિયો મડી આવી હતી જેના આધારે ધનસુરા પોલીસ સ્ટેશન માં બુટલેગર ની વિરુદ્ધ માં પ્રોહીબીસન એકટ મુજબ ગુન્હો નોંધાયો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે બુટલેગર દ્વારા આટલી દાદાગીરી કરવામાં આવે છે શા માટે પોલીસ ને પણ બુટલેગર ગણતો નથી આ બુટલેગર ના રાજકીય આકાઓ કોણ છે …??? તેવા અનેક સવાલો ધનસુરા ની જનતા ના મનમાં ઉઠી રહ્યા છે

જિલ્લા પોલીસ વડા દ્વારા દાખલો  બેસે તેવી કાર્યવાહી ની લોક માંગ

ધનસુરા માં જે રીતે બુટલેગરો કાયદા ને ઘોળી ને પી ગયા છે ત્યારે રાજકીય કે પૈસા ન જોરે દાદાગીરી કરતા અને બે ખૌફ બની રહેલા બુટલેગર સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડ વામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

બુટલેગરે મીડિયા કર્મીનો ફોન ઝુંટવી લીધો

બુટલેગર દ્વારા ઘટના નું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ નો મોબાઈલ ફોન વારંવાર ઝુંટવી લેવામાં આવ્યો હતો અને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા.બે ખૌફ બનેલા બુટલેગરે લોખંડ ની પાઈપ લઈ હુમલો કરવાની કોશિષ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *