Breaking NewsCrime

નકલી પોલીસ બની અનાજના વ્યાપારી પાસેથી 5 લાખ માંગતા ખાનગી ચેનલના કેમેરામેન સહિત 2ની ધરપકડ કરતી વાડજ પોલીસ..

વાડજ પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

ગાડીમાં ગેરકાયદેસર અનાજ ભરેલું હોવાનું કહી પાંચ લાખ માંગ્યા હતા

અમદાવાદ: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી યુવક પાસે પાંચ લાખ માંગનાર ખાનગી ચેનલના કેમેરામેન સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકોએ પોલીસની ઓળખ આપી અનાજ ભરીને જઇ રહેલા યુવકને અટકાવી તોડનો પ્લાન ઘડ્યો હતો. જો કે આ સમગ્ર મામલે ડ્રાઈવર યુવકના શેઠ મુકેશ ત્રિવેદી દ્વારા કંટ્રોલરૂમાં ફોન કરતા આરોપીઓ ખાનગી ચેનલના કેમેરામેન હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે વાડજ પોલીસે આરોપી અભયસિંહ ચૌહાણ તેમજ સિદ્ધાંત ચૌહાણ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર યુવક દુધેશ્વર રોડ તાવડીપુરા ખાતે અનાજની દુકાનમાં કામ કરે છે. ગત રોજ પીકઅપ વાનમાં 48 કટ્ટા ઘઉં તથા 52 કડ્ડા ચોખા ભરીને ખાલી કરવા માટેબજઇ રહ્યો હતો. આ દરમિયાન વાડજ નજીક બે યુવકોએ પીકઅપ વાનને અટકાવી ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી ગાડીની ચાવી છીનવી લીધી હતી. વાડજ સર્કલ પાસે બે યુવકે ફરિયાદીને અટકાવ્યા હતા. બંનેએ ફરિયાદીને તેમના શેઠને બોલાવવા માટે કહ્યું હતું.

શેઠ ઘટના સ્થળે આવી પહોંચ્યા ત્યારે બંને યુવકોએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપીને, ગાડીમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજ ભરેલું હોવાનું કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે શેઠે કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. અમે કોઇ ગેરકાયદેસર માલ લાવ્યા નથી. તમાર જે કાર્યવાહી કરવી હોય તે કરો. આરોપી યુવકોએ શેઠને ધમકાવી બેથી ત્રણ કલાક ગાડીને રોકી રાખી હતી.

અ દરમિયાન ફરિયાદીના શેઠે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા બન્ને યુવકો ખોટુ બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનો સ્વાંગ રચી ફરિયાદીને લૂંટવા આવ્યા હતા. એટલું જ નહીં આઇ કાર્ડ તપાસતા જેમાં એક આરોપી ખાનગી ચેનલોનો કેમેરા મેન હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે ફરિયાદીએ વાડજ પોલીસ મથકે પોલીસના સ્વાંગમાં તોડ કરવા આવેલા ખાનગી ચેનલના કેમેરામેન તેમજ અન્ય એક યુવક સામે ફરિયાદ નોધાવી કાર્યવાહીની માંગ કરી છે. તો પોલીસે બન્ને યુવકોને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

અહીં એક વાત જોવામાં આવે તો શહેરમાં નકલી પત્રકારનો જાણે રાફડો ફાટ્યો છે જે આવા કુકર્મે ફસાય છે અને જેના લીધે સાચા પત્રકારો શરમમાં મુકાય છે. આવા લોકો માત્ર પત્રકારત્વને ધંધો બનાવી આવા અઘટિત કાર્યોને અંજામ આપે છે અને તેના લીધે સાચા અનુભવી પત્રકારોને બદનામી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેવું પત્રકાર આલમ માં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે સરકાર સહિત પોલીસના અધિકારીઓ પણ ગંભીર નોંધ લે અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે તેવું પત્રકાર આલમમાં ચર્ચાઈ રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *