Breaking NewsCrime

નશા હી નશા હૈ….ડ્રગ્સનું નેટવર્ક જામનગર સુધી પહોંચ્યું. SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ની કરી ધરપકડ.

જામનગર: દેશના યુવાધન ને ખોખલું કરી નાખતું ડ્રગ્સ જેના રવાડે યુવાઓ ચડી રહ્યા છે જેને નસતેનાબૂદ કરવા પોલીસ પણ આકાશ પાતાળ એક કરી રહી છે. જામનગર પણ આ ડ્રગ્સના નેટવર્કમાંથી બાકાત નથી રહ્યું.

જામનગર SOG દ્વારા ઢીંચડા રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઝડપી પાડ્યું છે અને 3 લોકોની ધરપકડ કરી છે. મેફેડ્રોન નામનું ડ્રગ્સ જેની કિંમત 2,68, 500 ની કિંમતનું 26.85 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી 3 વ્યક્તિઓ રિતેશ દિનેશ હાડા, દિનેશ જગદીશ હાડા અને મયુરસિંહ પ્રવિણસિંહ વાઢેરની ધરપકડ કરી છે. ત્રણેય વ્યક્તિઓ ડ્રગ્સ બહારથી લાવી વેંચતા હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો ક્યાંથી લાવ્યા કોને કોને વેંચતા હતા? કોની સાથે તેમના તાર જોડાયેલા છે આ તમામ વિગતો માટે પોલીસે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *