CrimeBreaking News

નારી ચોકડી નજીકથી બંધ બોડીના આઇશર ટેમ્પામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૮૪ (પેટી નંગ-૩૦૭) કિ.રૂ. ૧૧,૦૫,૨૦૦/- તથા ટેમ્પો, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૪,૦૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વરતેજ પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.એસ જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસોએ નારી ચોકડી નજીક નીરમા કોલોની સામે રોડ ઉપરથી આઇસર ટેમ્પા નં. એચ.આર.૫૫.ટી.૬૯૭૮ માં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૮૪ કી.રૂા. ૧૧,૦૫,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂા. ૩૦૦૦/- ટેમ્પો એક કી.રૂા. ૩,૦૦,૦૦૦/- વિ. મળી કૂલ કી.રૂા. ૧૪,૦૮,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓ (૧) શીવમ સતિષચંદ્ર યાદવ/આહિર ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવિંગ રહે. ભુનિયાપુર તા.ફીરોજપુર જિ. કનોજ રાજય. ઉત્તરપ્રદેશ (૨) અજયકુમાર શ્રીસતબીરસીંઘ રાજપુત ઉ.વ.૩૫ ધંધો.ક્લીનર રહે. ઉજવા નજબગઢની પાસે ૭૩ નવી દિલ્હી વાળાને પકડી પાડેલ જે બન્ને ઇસમો તથા સદરહુ દારૂનો જથ્થો આપનાર ઇસમ સતપાલ રામવિલાસ મીતલ રહે. હાઉસ નં. ૨૮૧ સેક્ટર ૨૩ ગુડગાવ હરીયાણા તથા દારૂનો જથ્થો મંગાવનાર શીવરાજ ઉર્ફે શીવકુભાઇ બાલુભાઇ કામળીયા રહે. ગાધેસર ગામ તા. તળાજા જિ. ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા એઝાઝખાન પઠાણ તેમજ વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.જાડેજા સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.બી.ગોહિલ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *