પાલનપુર: રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂની હેરફેર કરતાં વધુ ૭ જેટલાં બુટલેગરોને આ મહિનામાં પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે છેલ્લા ૬ મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા કુલ-૩૯ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ના કાયદાની કલમ- ૩(૧) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે આ મહિનામાં વધુ ૭ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા કર્યા હુકમ
Related Posts
રાધનપુરમા વ્યાપારી એસોસિયેશન દ્વારા ધારાસભ્ય સહીત dysp ની ઉપસ્થિતમા બેઠક યોજાઈ….
પાટણ, એ.આર. એબીએનએસ: રાધનપુર શહેરમા વેપારી એસોસિયેશન દ્વારા રાધનપુરના ધારાસભ્ય…
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::કાલોલ તાલુકાના કરોલી ગામે બાળલગ્ન થઇ રહયા…
રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…
ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા
ભાવનગરના દિવ્યાંગ ખેલાડી શ્રી અલ્પેશભાઈ સુતરીયા એ પેરા ટેબલ ટેનિસ નેશનલ…
ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે: ગૃહ રાજ્યમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા…
સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે
પાલીતાણામાં ધોરણ ૬માં ભણતી ૧૧ વર્ષ ની સગીરા સાથે સ્કૂલ વાન ના વિધર્મી ડ્રાઈવરે…
પાલીતાણામાં મિલ્કતને લઈને ભાઈએ કર્યુ સગા ભાઈનું ખૂન
અહિંસા પરમો ધર્મ ગણાતા જૈન નો તીર્થધામ પાલિતાણામાં સગા ભાઈએ તેના નાના ભાઈ નું…
આશરે 30 કિલો ચાંદી સાથે 2 લોકોની ધરપકડ કરતી અમદાવાદ પીસીબી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઓઢવ રીંગ રોડ વેપારી…