Breaking NewsCrime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમાને બાતમીરાહે મળેલ હકિકત આધારે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે.હનુમાનદાદા ની દેરી પાસે, વણકરવાસ,ઉત્તર કૃષ્ણનગર,ભાવનગર વાળાએ ઉત્તર કૃષ્ણનગર, વણકરવાસ,કુવાવાળો ચોકથી આગળ નરસંગદાદાનાં મંદિર પાસે બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી અલગ-અલગ માણસોને ટુ વ્હીલર વાહનોમાં હેરફેર કરે છે.જે હકીકત આધારે રેઇડ કરતા તે હાજર મળી આવેલ નહિ.આ જગ્યાએથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા ઇંગ્લીશ દારૂની હેર-ફેરનાં ઉપયોગ લીધેલ વાહનો મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઘોઘા રોડ પો.સ્ટેમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃઃ-
1. ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર્ડ વોડકા ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૬૨૪ કિ.રૂ.૪૬,૮૦૦/-
2. ગ્રે કલરનું એકસેસ સ્કુટર રજી.નંબર-GJ-04-DJ-2608 કિ.રૂ.૫૦,૦૦૦/-
3. સીલ્વર કલરનું  હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ રજી.નંબર- GJ-04-DL-9172 કિ.રૂ.૫૦,૦૦૦/-
4. કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, વનરાજભાઇ ખુમાણ, રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ

રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *