Breaking NewsCrime

ભાવનગર જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરેલ મારી નાખવાની કોશીષના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.
તળાજા પો.સ્ટે. ફ. ગુના  ર.જી.નં.૧૩/૨૦૧૮  ઇ.પી. કો કલમ ૩૦૭ વિ. ના કામનો આરોપી વિષ્ણુભાઇ બાલાભાઇ સરવૈયા ઉ.વ.૨૭ રહે.સરતાનપર , તા.તળાજા વાળો તા.૩૧/૦૭/૨૦૧૯ ના રોજ ભાવનગર જિલ્લા જેલ માંથી વચગાળાના જામીન પર છુટેલ હતો  અને તેને તા ૦૫/૦૮/૨૦૧૯ ના રોજ  ભાવનગર જિલ્લા જેલે હાજર થવાનું  હતું. પરંતું હાજર થયેલ નહી અને ફરાર થયેલ હતો અને આજદીન સુધી ફરાર  રહેલ હતો
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જેલનો કાચા કામનો  આરોપી વિષ્ણુભાઇ બાલાભાઇ સરવૈયા ઉ.વ.૨૭ રહે.સરતાનપર , તા.તળાજા વાળો ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ મજકુર પેરોલ રજા ઉપરના આરોપી વિષ્ણુભાઇ બાલાભાઇ સરવૈયા ઉ.વ.૨૭ રહે.સરતાનપર , તા.તળાજા ભાવનગર વાળાને ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી, ભાવનગર જીલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *