Breaking NewsCrime

ભાવનગર શહેરના ફુલસર ખાતે વિજયસિંહ સતુભા સરવૈયાની વાડીના મકાનમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રૂપિયા ૩,૨૨,૮૬૦/- તથા મોબાઇલ ફોન તથા મો.સા. તથા જુગાર સાહિત્ય સહિત કુલ કિ.રૂ. ૬,૪૪,૮૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર રેન્જ પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના  સ્ટાફના માણસો મળેલ બાતમી આધારે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની સુચના મુજબ ભાવનગર રેન્જ ઓફીસના સ્ટાફના માણસોએ ફુલસર ખાતે વિજયસિંહ સરવૈયાની કબ્જા ભોગવટા વાળી વાડીના મકાનમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે જુગાર રમતા ઇસમો (1) જયેશભાઇ કેશુભાઇ ગોહીલ ઉ.વ. ૪૨ રહેવાસી- નંદની ફલેટ, રૂમ નં-૨૦૨ બીજા માળે મહાદેવનગર આખલોલ જકાતનાકા પાસે ભાવનગર                                                  (૨) રાહુલભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહેવાસી- રાજપરા (ખોડીયાર) ગામ તા શિહોર જી. ભાવનગર
(૩) કૌશલભાઇ રમેશભાઇ પટેલ ઉ.વ.૩૭ ટાંકી પાસે ભાવનગર
(૪) જગદીશભાઇ નાનુભાઇ ડાંગર ઉ.વ.૨૧ રહેવાસી- કમળેજ ગામ, તા.જી.ભાવનગર
(૫) વિપુલભાઇ રવજીભાઇ પટેલ ઉ.વ.૪૨ રહેવાસી- પ્લોટનં-૨૬૯, શેરી નં-૦૪ વિજયરાજનગર નાગજીભાઇના મકાનમાં ભાડેથી ભાવનગર મુળગામ-અલમપર તા.ઉમરાળા જી.ભાવનગર
(૬) ચંદુભાઇ નાગજીભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહેવાસી- દેસાઇનગર, શેરીનં-૧, મફતનગર ભાવનગર
(૭) રમેશભાઇ ખીમજીભાઇ ઇટાલીયા ઉ.વ.૫૦ રહેવાસી- નારી ગામ, નવાપરા પાણીની ટાંકી પાસે ભાવનગર

               વાળાઓને રોકડ રૂપિયા ૩,૨૨,૮૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૭૭,૦૦૦/- તથા મો.સા. નંગ-૬ કિ.રૂ. ૨,૪૫,૦૦૦/- તથા જુગાર સાહિત્ય સહિત કુલ કિ.રૂ. ૬,૪૪,૮૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને વાડીના માલીક વિજયસિંહ સતુભા સરવૈયા રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય જે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

રીપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *