Breaking NewsCrime

મહુવા તાલુકાનાં તાવેડા ગામે થયેલ લુંટનાં ગુન્હામાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કુલ-૦૩ ઇસમોને ઝડપી લઇ લુંટનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર પોલીસ

💫 ગઇ તા.૨૨/૧૦/૨૦૨૧નાં રોજ મહુવા તાલુકાનાં તાવેડા ગામે રહેતાં ફરિયાદી શ્રી તેનાં પરિવાર સાથે રાત્રીનાં સમયે ઓસરીમાં સુતા હતાં. ત્યારે તેઓનાં ખાટલા પાસે ઉભેલ એક અજાણ્યા ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ વર્ષનાં માણસે કાનને હાથ લગાડતાં ફરિયાદી શ્રી જાગી જતાં કોણ છો તેમ પુછતા આ અજાણ્યા માણસે ડાબા કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી પકડી ખેચતાં કાનનો નીચેનો બુટ્ટી પહેરવાનો ભાગ તુટી ગયેલ.જેથી ફરિયાદી શ્રીએ દેકારો કરવા લાગતા તેનાં પતિ જાગી જઇને લાઇટ કરેલ તો અજાણ્યો માણસ સોનાની બુટ્ટી તથા બુટ્ટીની સોનાની સરની તથા ફરિયાદી શ્રીનાં પતિનો મોબાઇલ ફોન લુંટ કરીભાગી ગયેલ. જેથી ફરિયાદીશ્રીએ દવાખાને સારવાર કરાવી ઉપરોકત અજાણ્યા માણસ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ.૩૦,૦૦૦/-ની લુંટની ફરિયાદ દાખલ કરાવેલ.

💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફ તથા પો.ઇન્સ. શ્રી,મહુવા તથા ડિસ્ટાફ,મહુવા પો.સ્ટે.નાંઓને ઉપરોકત ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

💫 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ડિ-સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઉપરોકત વણશોધાયેલ લુંટનાં ગુન્હાનાં કામે અલગ-અલગ ટીમ બનાવી પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા-સોમનાથ નેશનલ હાઇ-વે, વડલી ચોકડી તરફથી એક મોટર સાયકલ લઇને ત્રણ માણસો ચોરાવ મોબાઇલ લઇને મહુવા વેચવા માટે આવે છે.જે હકિકત આધારે ઉપરોકત ઇસમોની વોચમાં રહેતાં ગણપતિ મંદિર, તલગાજરડા ગામના પાટીયા તરફથી ત્રણ ઇસમો એક મોટર સાયકલ લઇને આવતા ઉમણીયાવદર ચોકડી પાસે તેઓને કોર્ડન કરી રોડની સાઇડમાં ઉભા રાખી નામ-સરનામું પુંછતાં નીચે મુજબનાં હોવાનું જણાવેલ. તેઓ પાસેથી નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવેલ.

૧. હાદાભાઇ દુદાભાઇ ચારોલીયા ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે. મોડલ સ્કુલની બાજુમાં,તલગાજરડા તા.મહુવાવાળા પાસેથી બિલ કે આધાર વગરનાં (૧) રેડ મી કંપનીનો મોડલ નં.રેડમી-૯ ડબલ સીમકાર્ડવાળો મોબાઇલ-૧ કિ.રૂ.૫,૦૦૦/- (૨) સેમસંગ કંપનીનો કાળા કલરનો કીપેડ મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૩,૩૯૦/- મળી આવેલ. જે રૂપિયા તેઓએ તાવેડા ગામે સોનાની બુટ્ટી-સરની લુંટ કરેલ તે મહુવા,દરબારગઢ પાસે આવેલ સોની બાંભણીયા જગદિશભાઇ સોમાતભાઇની દુકાને વેચેલ તે પૈકીનાં હોવાનું જણાવતાં મોબાઇલ-૨ તથા રોકડ રૂપિયા કબ્જે કરવામાં આવેલ.
૨. સુરેશભાઇ ઉર્ફે સુરો ઉર્ફે કાબરો જગદીશભાઇ પરમાર ઉ.વ.૨૨ રહે. ૨૫ વારીયા, ધારૂભાઇના ગલ્લાની પાછળ, રાધેશ્યામ ચોક, શામપરા-સીદસર,ભાવનગર હાલ–પઠાણપીરની દરગાહ પાસે,મહુવા જી.ભાવનગરવાળા પાસેથી બિલ કે આધાર વગરનો વીવો કંપનીનો મોડલ નંબર-Y20G ડબલ સીમકાર્ડવાળો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-ગણી તથા હિરો હોન્ડા કંપનીનુ લાલ-કાળા કલરનુ પેશન-પ્રો રજી.નં.GJ-01-LK-6101 કિ.રૂ. ૧૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ.
૩. કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી બિલ કે આધાર વગરનો જીયો કંપનીનો કીપેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ.

આ અંગે કુલ રૂ.૨૪,૩૯૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોકત તમામ ઇસમોને હસ્તગત કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી થવા માટે સોંપી આપવામાં આવેલ.

આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમોની અલગ-અલગ પુછપરછ કરતાં તેઓએ તાવેડા ગામેથી સોનાની બુટ્ટી અને સરની લુંટ કરી રેડ મી કંપનીનો મોબાઇલ અને બીજા મકાનેથી જીયો કંપનીનાં મોબાઇલ લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ.

💫 આમ,ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ ટીમને લુંટનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા મહુવા પો.સ્ટે. પોલીસ ઇન્સ. વી.એ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. નરેશભાઇ બારૈયા, અરવિંદભાઇ બારૈયા પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહા તથા મહુવા પો.સ્ટે.નાં ડિસ્ટાફનાં હેડ કોન્સ. ડી.આર.ગોહિલ પો.કોન્સ. બનેસંગભાઇ મોરી, અબ્દુલભાઇ સોલંકી, ભવદિપસિંહ, હરપાલસિંહ તથા ભગતભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *