Crime

મેઘરજના ઓઢા ગામેં અરજદારેની સુરક્ષા માટે ગયેલ પોલીસ ટીમ ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઓઢા ગામે થોડા દિવસો અગાઉ ગામના એક આડેધની લાશ મળી આવતા પરિવારજનોએ આધેડની હત્યા કરમાવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ઇસરી પોલીસ સ્ટેશનમાં ગામના એક વ્યક્તી સામે આશંકા વ્યક્ત કરી હતી ઇસરી પોલીસે આધેડનું પીએમ કરાવી જાણવાજોગ ફરિયાદ નોંધી પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે મૃતક આધેડના પરિવારજનોએ જે શખ્સ સામે આશંકા દર્શાવી હતી તેને તેના ખેતરમાં ઘઉં વાઢવા માટે ડરના માર્યા પોલીસ રક્ષણની માંગ કરતા પોલીસ પ્રોટેક્શન હેઠળ ઘઉં કાપવાની કામગીરી ચાલતી હતી ત્યારે ગામલોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બને તે પહેલા ટીયરગેસ છોડી ટોળાને કાબુમાં લીધું હતું પોલીસ પર પથ્થરમારો થતા DYSP ભરત બસીયા સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો અને મામલો થાળે પાડ્યો હતો મેઘરજના ઓઢા ગામે એક આધેડની લાશ ગામ નજીકથી મળી આવતા મૃતકના પરિવારજનોએ કૌટુંબીક ભાઈએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો કૌટુંબિક ભાઈ અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો આક્ષેપિતના ખેતરમાં ઘઉં કાઢવાના હોવાથી હુમલો થવાનો ભય પેદા થતા ઇસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતા ઇસરી પોલીસે રવિવારે ખેતરમાં પોલીસ પ્રોટેક્શન આપતા ખેડૂતે મજૂરો સાથે ઘઉં કાઢવાની શરૂઆત કરી હતી ત્યારે ગામલોકોએ એકઠા થઇ અગમ્ય કારણોસર પોલીસ પર પથ્થરમારો કરતા ભારે તંગદિલી સર્જાતા પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના બે રાઉન્ડ છોડવાની ફરજ પડી હતી ટોળાનો ઉશ્કેરાટ જોતા જીલ્લા પોલીસવડાને જાણ કરતા તાબડતોડ જીલ્લા ભરની પોલીસ ઓઢા ગામમાં ખડકી દેતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું પોલીસે ગામના અગ્રણીઓ સાથે વાતચીત કરી શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *