ઉમરાળા તાલુકા પંચાયત કારોબારી ચેરમનના પુત્રની હત્યા,કોઈ સામાન્ય બોલા ચાલીમાં કેટલાક શખ્સોએ જીવલેણ હથિયારોના ઘા ઝીકી યુવાન વિપુલ કુવાડિયાનો જીવ લીધોઃ બનાવને લઈ જિલ્લાભરમાં ચકચાર…
ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ગતરાત્રીના ખૂની ખેલાયો છે વિપુલ કુવાડિયા નામના શખ્સની કરપીણ હત્યા થઈ છે રંઘોળા ગામે ગત મોડીરાત્રે
આજ ગામનાં યુવાનની સામાન્ય બાબતે ધારદાર હથિયારો વડે હુમલો કરી મોત નિપજાવી નાસી
છૂટ્યા હતા સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર રાજકોટ હાઇવે પર
આવેલ રંધોળા ગામના ૨૫ વર્ષીય વિપુલ સુરેશભાઈ કુવાડીયાને ગત મોડીરાત્રે રંઘોળા ગામના કેટલાક શખ્સો સાથે સામાન્ય બાબતે
ઝઘડો થયો હતો આશરે દોઢ વર્ષ પૂર્વે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો જેની દાઝ
રાખી ગઈકાલે મોડીરાત્રે આ ઝઘડો ઉગ્ર બનતા કેટલાક શખ્સોએ છરી,ધોકા,પાઈપ તથા તિક્ષ્ણ હથિયારો વડે યુવાન વિપુલ તથા સંજય પર તૂટી પડ્યાં હતાં અને ઉપરાછાપરી હથિયારોના ઘા
ઝીકી વિપુલની હત્યા કરી નાસી છુટ્યા હતાં જ્યારે સંજય ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ ઉમરાળા પોલીસને થતાં
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્બો લઈ સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી બનાવને લઈ પોલીસે ગામમાં ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે ઉલ્લેખનીય છે કે વિપુલ કુવાડિયાના પિતા ઉમરાળા તાલુકા પંચાયતના ચેરમેન છે વિપુલે થોડા સમય પહેલા જ રાજકોટ હાઇવે પર હોટલ શરૂ કરી હતી બનાવને લઈ
જિલ્લાભરમાં ભારે ચકચાર જાગી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

















