Breaking NewsCrime

રાંદેર હનુમાન ટેકરીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો કોરોનામાં આર્થિક ભીંસ દુર કરવા ધો.12 પાસ શખ્શે ક્લિનિક શરૂ કરી દીધું -ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિક શરૂ કરનાર સમીરે ગુગલ પરથી ડાઉનલોડ કરી અમદાવાદ અને ન્યુ દિલ્હી મેડીકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી બનાવ્યું. કિરણ હોસ્પિટનો પણ આઇકાર્ડ મળ્યો.

રીપોર્ટીંગ.આનંદ ગુરવ.સુરત

કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કમાં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિક નામે દવાખાનું શરૂ કરનાર બોગસ ડોક્ટરને રાંદેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પ્રધાનમંત્રી જન ઔષધિ ચલાવતો હોવાથી દવા સહિતનું મેડીકલનું જ્ઞાન હોવાની તકનો ગેરલાભ લઇ આઠેક મહિના અગાઉ ક્લિનિક શરૂ કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવાનું શરૂ કર્યુ હતું.


રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કની દુકાન નં. 2 માં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિકના ડો. સમીર ફિરોઝ મીઠાણી ડોક્ટરની બોગસ ડિગ્રીના આધારે પ્રેકટીક કરી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી રહ્યો છે. જેથી પોલીસ ટીમે દરોડા પાડી સમીર મીઠાણીને ઝડપી પાડી ક્લિનિકમાંથી દર્દીઓની ફાઇલ, પ્રિસ્ક્રિપશનના કોરા લેટર પેડ, મેડીકલ કીટ, દવા વિગેરે કબ્જે લીધું હતું. ક્લિનિકમાં ગુજરાત મેડીકલ કાઉન્સિલ, અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીનું પ્રમાણપત્ર તથા કતારગામની કિરણ હોસ્પિટલનું આઇ કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે સમીરની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ધો. 12 કોમર્સ પાસ છે અને ઓટોમોબાઇલનો વ્યવસાય કરતો હતો.પાંચેક વર્ષ અગાઉ સુરત આવ્યો હતો અને ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પાલનપુર પાટીયા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ચલાવતો હતો. પરંતુ તે બંધ કરી દીધો હતો. બીજી તરફ કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા પોતાને દવા, બ્લડ પ્રેશર અને સુગર માપવા સહિતનું નોલેજ હોવાનો ગેરલાભ ઉઠાવવા ક્લિનિક શરૂ કર્યુ હતું. જેના માટે તેણે ગુગલ પરથી ગુજરાત મેડીકલ કાઉન્સિલ અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી પોતાના નામનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ જ રીતે કિરણ હોસ્પિટલમાં પણ વિઝટીંગમાં જતો હોવાના નામે ગેરમાર્ગે દોરવા તેનું પણ બોગસ આઇકાર્ડ બનાવ્યો હતો. હાલમાં પીએસઆઇ યોગેશ ગિરનાર સમીરની પૂછપરછ કરી કાયદેસરની હાથ ધરી છે.

સુરતના રાંદેર વિસ્તારની ઘટના..

રાંદેર હનુમાન ટેકરીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો..

કોરોનામાં આર્થિક ભીંસ દુર કરવા ધો. 12 પાસ શખ્શે ક્લિનિક શરૂ કરી દીધું…

રાંદેર પોલીસે બાતમીના આધારે પર ડુબલીકેટ ડોક્ટર ને ઝડપી પાડયો હતો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *