Breaking NewsCrime

રાજકોટ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ રૈયા ચોકડી ઓવર બ્રિજ નિચેથી મીની ટ્રકની ચોરી કરેલ બે ઇસમોને ટ્રક કિ.રૂ.૨,૫૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના અન ડીટેકટ ગુન્હા ઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.

જે સુચના આઘારે અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગારીયાઘાર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પેટ્રોલીગ ફરતા ફરતા  ગારીયાધાર મોટા ચારોડીયા ચોકડીએ આવેલ નવગજાપીર ની જગ્યા પાસે પંહોચતા પો.કો. શકિતસિંહ સરવૈયાને બાતમીરાહે હકીકત મળેલ અશોક લેલન દોસ્ત ફોર વ્હીલ વાહન જેના મોરા ઉપર કાચમા રામ લખેલ છે. જેના આગળના ભાગે નંબર પ્લેટ નથી. તે ગાડી શંકાસ્પદ છે. અને તે ગાડી હાલ ગારીયાધાર થી વાયા લુવારા થઇને સાવરકુંડલા તરફ જઇ રહી છે. તેવી બાતમી મળતા સરભંડા ગામના પાટીયા પાસે ગાડી નિકળતા વાહન ઉભુ રખાવી ગાડી ચાલક (૧)  જયદીપભાઇ હમીર ભાઇ મેરૈયા જાતે-વણકર ઉવ-૨૦ રહે. હાલ- નવો ૧૫૦ રિંગ રોડ,કસ્તુરામ મંદીરની નજીક,રાજકોટ (ર) વિજય ભાઇ કાનજીભાઇ તાવૈયા જાતે કોળી ઉ.વ.૨૩ રહે-રઘુનંદન પાર્ક,બ્લોક નં ૧૬૦,આજીડેમ ચોકડી, રાજકોટ વાળો હોવાનુ જણાવતા મજકુર પાસે અશોક લેલન દોસ્ત વાહનના જરૂરી કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા સદરહુ ગાડીના ચેસીસ નં. OMB1 AA22E 3CRP23839 અને એન્જીન નંબર RCH024114P ને પોકેટ કોપ એપ્લીકેશન સર્ચ કરાવતા સદરહુ અશોક લેલન દોસ્ત ગાડી અન્ય વ્યક્તિના નામે રજીસ્ટર થયેલ હોવાનુ જાણવા મળેલ. જેથી મજકુરે આ અશોક લેલન ગાડી ચોરી અગર ચળકપટથી મેળવેલ હોવાનુ જણાતા સદરહુ અશોક લેલન દોસ્ત ગાડીની કિ. રૂ. ૨,૫૦,૦૦૦/-ની ગણી C.R.P.C. કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ. મજકુર આરોપી ઓની યુકિત-પ્રયુકિતથી આગવી ઢબે પુછપરછ તેણે બન્નેએ ભેગા મળી ઉપરોકત અશોક લેલન દોસ્ત ગાડી આજથી આશરે  દિવસ પહેલા રાજકોટમા રૈયા ચોકડી ઓવરબ્રિજની નિચેથી ચોરી કરેલાની કબુલાત કરેલ.જે રેકર્ડ પર ખાતરી કરતા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૦૪/૨૦૨૦ આઇ.પી.સી.કલક ૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ છે.

આ સમગ્ર કામગીરીમાંએલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણ સિંહ સરવૈયા તથા પો.કોન્સ. શકિત સિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાહફનાં માણસો જોડાયા હતા.

રીપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *