Breaking NewsCrime

સુરત ના પાંડેસરા માં દિવાળી ના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યા ની ઘટના માં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી ની ધરપકડ કરી છે.આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહાર નો વતની છે અને સુરત ના પાંડેસરા માં ભગવતી નગર માં રહી ફેક્ટરી માં કામ કરતો હતો.આરોપી ને ઝડપભેર સજા મળે 5એ માટે પોલીસ ઝડપી ચાર્જશીટ દાખલ કરશે અને કડક સજા થાય તે માટે કામગીરી કરશે

રિપોર્ટર આનંદ ગુરવ. સુરત

આખરે માસૂમ નો દુષ્કર્મી હત્યારો પોલીસ ના હાથે ઝડપાયો છે.દિવાળી ના દિવસે મૂળ બિહાર નો વતની ગુડડું યાદવે અઢી વર્ષ ની માસૂમ નું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચારી હત્યા કરી ફરાર થઈ ગયો,ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યો હતો.100 પોલીસ કર્મી ની ટિમ બનાવી માસૂમ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી,દરમિયાન પોલીસ ને માસૂમ ની હત્યા કરાયેલી લાસ મળી આવી હતી.ત્યારે પોલીસે આસપાસ ના સીસીટીવી ની નીં તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસૂમ ને લઈ જતા નજરે પડ્યો હતો,આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યા ને અંજામ આપી સુરતમાજ પોતાના મિત્ર ના ઘરે સંતાઈ ગયો હતો.જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે આરોપી સુધી.પહોંચી હતી.આરોપી ની અટકાયત કર્યા બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી,આરોપી એ પોલીસ ને શરૂઆત માં ગેરમાર્ગે દોર્યા હતા,કડકાઈ થી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુન્હો કબુલયો હતો.

પોલીસ ની તપાસ માં જાણવા મળ્યું છે કે આરોપી ના મોબાઈલ માં પોર્ન ફિલ્મ મળી આવી છે.જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે.સુરત પોલીસ કમિશ્નર એ જણાવ્યું છે કે ચાર્જશીટ ઝડપથી થાય તે માટે કામગીરી કરવામાં આવશે,ઝડપથી કેસ ચાલે તે માટે પ્રયત્ન કરાશે.

બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે કે કેમ તે માટે PM કરવામાં આવ્યું હતું જેમાં બાળકી સાથે બરબરતા આચરવામાં આવી છે.બાળકી સાથે દુષ્કર્મ આચારી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું PM રિપોર્ટ માં સામે આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *