રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત માં વધી રહેલા ગુના ડામવા માટે સુરત પોલીસ ભૂતકાળ ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પીલીસ પકડ બચવા માટે ભાગતા ફરતા હોય તેવા આરોપી પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે ત્યારે સચિન GIDC પોલીસ માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં 21 વર્ષ પહેલાં થયેલી ચકચારી હત્યા ગુનામાં નાસ્તો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચ બેહેરા ઉ.વ .૪૨ ધંધો , મજુરી રહેમ નં -૦૯ , કાનાભાઇ મારવાડીની ચાલમાં વિશ્વકર્મા સોસાયટી પીપીદરા GIDC કામરેજ સુરત મુળવતન ગામોડા , તા.જીગંજામ ઓરીસ્સા બાતમીના આધારે સચીન GIDC શિવાજી સોસાયટીના નાકા પાસેથીપોલીસે પકડી પડ્યો હતો પકડાયેલ આરોપી પૂછપરછ કરતા 2001 માં એક ઇસમની હત્યા બેરહરમી પૂર્વક કરવામાં આવી હતી પકડાયેલ આરોપી સહિત અન્ય સહ આરોપી દ્વારા કુહાડી ના ધા મારીને ઇસમની હત્યા નિપજવામાં આવી હતી જેમાં જેતે સમયે સહ આરોપી પકડાયેલ હતા આ હત્યાના કેસમાં નાસતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરા ઘટના 21 વર્ષ બાદ પકડાયો છે …
જોકે આ પકડાયેલ આરોપી પોલીસ ના હાથે ન પકડાયેલ તે માટે અલગ લાગ નામ બદલી ને શહેર માં ફરતો હતો પણ આખરે આરોપી ની બુદ્ધિ નો પ્રયોગ 21 વર્ષ બાદ ખુલ્લો પડ્યો હતો પકડાયેલ આરોપીએ અન્ય સહ આરોપીઓ સાથે મળી મરણજનારને ગડદા પાટુનો તેમજ ઢીકમુક્કીનો માર મારી અધમુઓ કરી મરણજનારને સહ આરોપીએ કુહાડીથી ગળાના ભાગે ત્રણ ચાર ઘા મારી તેમજ સહ આરોપી સીમાંચલ નંદુ ડકવા અને સહ આરોપી શિવરામ ઉદય દલઈ નાઓએ પોતાની પાસે રહેલ તલવાર વડે મરણજનારના ગળાના ભાગે તથા પીઠના ભાગે ઉંપરા છપરી ઘા મારી તથા આરોપી સુરેશ અરખીત પાત્રા અને આરોપી શંકર કંધ બહેરા નાએ પોતાની પાસે રહેલ લાકડાના ફટકાથી મરણજનારના શરીરે આડેધડ માર મારેલ તેમજ આરોપી સંતોષ ખડાલ બહેરા તથા આરોપી જયરામ ઉર્ફે જય પંચ બેહેરા પાસે કોઈ હથીયાર ન હોય જેથી આરોપી જયરામે શીવરામ પાસેથી તથા આરોપી સંતોષે સિમાંચલ પાસેથી તલવાર લઈને મરણજનારના ગળાના ભાગે ઘા મારેલા ત્યારબાદ સહ આરોપી વિષ્ણુએ પોતાના પાસેની કુહાડીથી મરણજનારના ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી મરણજનારનું ગળુ ધડથી અલગ કરી દઈ કુરતા પૂર્વક મોત નીપજાવી મરણજનારનું માથું તથા ધડ અલગ અલગ જગ્યાએ નાંખી ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી જોકે પોલીસે આરોપી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે
છેલ્લા 21 વર્ષ પહેલાં થયેલ પાંડેસરા ચર્ચાસ્પદ મર્ડરના ગુનામાં આરોપી પકડાયો…
છેલ્લા ૨૧ વર્ષથી પાંડેસરા પો.સ્ટેના ચર્ચાસ્પદ મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સચીન GIDC પોલીસ.
સુરતના અલગ અલગ વિસ્તારોમાં નામ બદલીને રહેતો હતો આરોપી.
સુરત પોલીસ નું એક મહિના પહેલાથી શરૂ કરેલું ક્લીન અભિયાન ને લઇ ૨૧ વર્ષ પહેલા ગુના આચરનાર આરોપીની કરી ધરપકડ…