Breaking NewsCrime

સોશ્યિલ મીડીયામાં ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી કોમેન્ટ કરતા ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબના સીધા માર્ગદર્શન અને સીધી સુચના મુજબ સોશ્યિલ મીડીયામાં સાયબર ક્રાઇમ કરનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી સખ્ત શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપેલી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ભાવનગર વિભાગ, ભાવનગર ખાતે ફરિયાદી શ્રી દિપકભાઇ પ્રાગજીભાઇ બલદાણીયા રહે.ભાવનગરવાળાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવગનર વિભાગ, ભાવનગરમાં એવા મતલબેની ફરિયાદ નોંધાવેલી કે, તેઓના ફોટાવાળું કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેમના ફોટાને ચિત્રણ કરેલ અને ખરાબ કોમેન્ટ કરેલી છે. જેથી આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ હેઠળ ગુન્હો નોંધી ફરિયાદના આધારે તેમજ ઇન્સ્ટાગ્રામની માહિતી આધારે _દિપ રાજેન્દ્રકુમાર રામાણી રહે. અમરેલીવાળાને_ ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવવાના ગુન્હાના કામે પકડી પાડેલ અને ધોરણસરની કાર્યવાહિ કરેલ.

મજકુર ઇસમની ટેકનીકલી તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી અન્ય કુલ-૦૮ ઇન્સ્ટાગ્રામનાં ફેક એકાઉન્ટ મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસએ સઘન તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહિ કરેલ.

આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી સી.જે.ગોસ્વામી સા. તથા વાયરલેસ પો.ઇન્સ. શ્રી વાય.એસ.આયરાવ સા. તથા પો.વા.સ.ઇ.શ્રી ડી.એચ.જાડેજા સા. તથા ટે.ઓ. ડી.અમે.ગોહિલ તથા સ્ટાફમાં હેડ કોન્સ પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા મયુરસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ.હરપાલસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી વગેરેનાઓ જાડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *