bhavnagarBreaking NewsCrimeGujarat

કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ચોરી કરેલ મો.સા.,સ્કુટર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૩/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,વરતેજ-બુધેલ રોડ ઉપર આવેલ મામાના ઓટલા પાસે એક માણસ સફેદ કલરનો શર્ટ તથા ક્રિમ કલરનું પેન્ટ પહેરીને એક કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા એક સફેદ કલરની એકટીવા સ્કુટર લઇને ઉભેલ છે.જે માણસ મોટર સાયકલ તથા સ્કુટર કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નીચે મુજબના શંકાસ્પદ વાહનો તથા મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે વાહનો તથા મોબાઇલ ફોન અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહનો તથા મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં તેણે આજથી પાંચ-છ દિવસ પહેલાં રાત્રીના સમયે સર ટી હોસ્પીટલમાં એક માણસ સુતો હતો.તેની બાજુમાં પડેલ મોબાઇલ ફોન ચોરી કરેલ.ત્યાર પછી ચારેક દિવસ પહેલાં રાત્રીના સમયે ભીડભંજન મહાદેવ મંદીરની સામે આવેલ ગલીમાંથી ઉપરોકત એકટીવા સ્કુટરની ચોરી કરેલ અને ત્યાર પછી બીજે દિવસે સાંજના સમયે રાજપરા ખોડિયાર મંદિર જતાં રોડ ઉપર આવેલ નવાગામમાંથી ઉપરોકત મોટર સાયકલની ચોરીઓ કરેલ હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ
1. કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ આગળ-પાછળ રજી.નંબર વગરનું એન્જીન નંબર-HA10AGK5H 15882 તથા ચેસીઝ નંબર-MBLHAW082K5H09966વાળું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
2. સફેદ કલરનું હોન્ડા કંપનીનું એકટીવા સ્કુટર આગળના ભાગે રજી.નંબર-GJ-04-BN 343 અને ચોથો આંકડો ચેકી નાંખેલ એન્જીન નંબર-ME4JF501AD7021524 તથા ચેસીઝ નંબર-JF50E70021209 વાળું સ્કુટર કિ.રૂ.૨૦,૦૦૦/-
3. ગ્રે કલરનો રીયલ મી કંપનીનો મોડલ-C11 I.M.E.I. NO.865313059 567678/865313059567660 વાળો સ્ક્રીનમાં તિરાડો પડી ગયેલ મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ

ગુન્હાહિત ઇતિહાસઃ-

1. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૭૫૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
2. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૮૧૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *