પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે,અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ પ્રકાશ ઉર્ફે ટેગો રમેશભાઇ મારૂણીયા રહે.૫૦ વારીયા,ખેડુતવાસ, આનંદનગર,ભાવનગર વાળો ભાવનગર, ઇસ્કોન હોટલ તરફ જતાં રોડ ઉપર પુજા પાર્લરની બાજુમાં આવેલ મહાનગરપાલિકાના જાહેર બગીચાની દિવાલે બેસેલ છે. તેની પાસે કેટલાક મોબાઇલ ફોન છે જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના ઇસમ નીચે મુજબના મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન અંગે તેની પાસે આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ફર્યું-ફર્યું બોલવા લાગેલ. આ મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાયેલ.જેથી શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી વધુ પુછપરછ કરતાં જણાવેલ કે,’’આજથી એકાદ મહિના ઉપર કુંભારવાડા, નારી રોડ, આઈ.પી.સી.એલ કંપનીની બાજુમાંથી ચોકલેટ કલરનો વીવો કંપનીનો ફોન એક મકાનના ફળીયામાંથી ચોરી કરેલ. આજથી ચારેક મહિના પહેલા રાત્રીના સમયે વૈશાલી સીનેમા પાસેથી એક અજાણ્યા માણસ પાસેથી રૂ.૩,૦૦૦/- અને વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન લઇ લીધેલ. આજથી દોઢથી બે મહિના પહેલા આડોડીયાવાસમાંથી એક મકાનમાંથી ચાર્જીંગમાં લગાવેલ જાંબલી કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોન તથા આજથી એકાદ મહિના પહેલા આડોડીયાવાસમાંથી એક મકાનમાંથી ચાર્જીંગમાં લગાવેલ કાળા કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.’’ આ અંગે વધુ કાર્યવાહી થવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસોઃ-પ્રકાશ ઉર્ફે ટેગો રમેશભાઇ મારૂણીયા ઉ.વ.૩૩ ધંધો-છુટક મજુરી રહે.પ્લોટ નંબર-૧૪૫/એચ, ૫૦ વારીયા, બાપાની મઢુલી પાસે, ખેડુતવાસ, આનંદનગર, ભાવનગર
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૨૮૩/૨૦૨૫ B.N.S. કલમઃ-૩૦૩(૨) મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા, સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી