પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૧૨/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર,એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મહેન્દ્દસિંહ સરવૈયાને સંયુકત રીતે બાતમી મળેલ કે, હરેશ ઉર્ફે હરી નરવણભાઇ બારૈયા રહે.સરતાનપર બંદર, તા.તળાજા જી.ભાવનગર વાળો અલગ અલગ કંપનીના ત્રણ મોટરસાયકલ સાથે સરતાનપર રોડે ગીધાભાઇ ડોડીયાની વાડી સામે ઉભેલ છે અને આ મોટરસાયકલ તે વેચવાની ફીરાકમાં છે.જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી નીચે મુજબના મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે રજી.કાગળો નહિ હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં (૧) આજથી ત્રણેક મહીના પહેલા ગોંડલ જેતપુર બાયપસાથી હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલની ચોરી કરેલ.(૨) આજથી આશરે એકાદ વર્ષ પહેલા ભાવનગર રીલાયન્સ મોલ પાસેથી હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા મોટર સાયકલની ચોરી કરેલ.(૩) આજથી આશરે દસેક મહિના પહેલા ગોળીબાર હનુમાનથી રૂપાણી સર્કલની વચ્ચેથી હીરો કંપનીનું સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ.’’ જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ અંગે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ માણસઃ-હરેશ ઉર્ફે હરી નરવણભાઇ બારૈયા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.હાલ- વિમલનગર,વાવડી, તા.જામકંડોરડા જી.રાજકોટ મુળ-સરતાનપર બંદર, તા.તળાજા જી.ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું લાલ કલરના પટ્ટાવાળુ હોન્ડા કંપનીનું ચેસીઝ નંબર-ME4JC734GHT085375 તથા એન્જીન નંબર JC73ET1152935વાળું નંબર પ્લેટ વગરનું શાઇન મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-
2. કાળા કલરનું સીલ્વર કલરના પટ્ટાવાળુ હોન્ડા કંપનીનું રજી.નંબર-GJ-04-DK 4363 ચેસીઝ નંબર-ME4JC58FHKG043728 તથા એન્જીન નંબર-JC58EG0043790વાળું ડ્રીમ યુગા મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-
3. કાળા કલરનું લાલ તથા વાદળી કલરના પટ્ટાવાળુ હીરો કંપનીનું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-Mblhaw112m5k09663 તથા એન્જીન નંબર Ha11evm5k59515 વાળું સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૫,૦૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-રાજકોટ ગ્રામ્ય,ગોંડલ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૩૮/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, મહેન્દ્દસિંહ સરવૈયા, એજાજખાન પઠાણ,તરૂણભાઇ નાંદવા, રાજેન્દ્દ મનાતર