પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ , ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ઉપરોકત ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઇ કાલ તા.૧૦/૦૯/૨૦૨૨ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો અલંગ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ અરવિંદભાઈ બારૈયાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, અલંગ યાર્ડ પ્લોટ નં-૦૬ ની સામે પહાડી ઉપર જવાના રસ્તે એક માણસનાં હાથમા કંતાનનાં સફેદ કલરનાં થેલામાં કોઇ વસ્તુ ભરેલ છે.જે તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા રમેશભાઇ ખેતાભાઇ દીહોરા ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.અલંગ વાડી વિસ્તાર તા.તળાજા જી.ભાવનગરવાળા મળી આવેલ.
તેની પુછપરછ કરતાં તેણે તથા નીચે મુજબનાં માણસોએ મળી અલંગ શીપ યાર્ડ પ્લોટ નં.૨૯ ની સામે સંત કૃપા પાન કોર્નર એન્ડ કોલ્ડ્રીંક્સ નામની પાન માવાની દુકાનનું શટર આગળના ભાગે ખેંચી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી તેનાં વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી થવા માટે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
આમ, ભાવનગર,એલ.સી.બી.ને અલંગ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૩૨૨૦૨૧૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ- ૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
પકડાયેલ માણસોઃ-
૧) રમેશભાઇ ખેતાભાઇ દીહોરા ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.અલંગ વાડી વિસ્તાર તા.તળાજા જી.ભાવનગર
૨) આકાશભાઇ ભૈયો ૩) કબીરા(ઉર્ફે) ભૈયો ૪) એક અજાણ્યો ઇસમ નં.૨ થી ૪ પકડવાનાં બાકી
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. વિડિયોકોન કંપનીનુ કાળા કલરનુ ૨૪ ઇંચનુ ટી.વી કિ.રૂ.૫૦૦૦/-
2. એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-ગણી
3. કંતાનનો થેલો કિરુ.૦૫ મળી કુલ કિ.રૂ.૧૦,૦૦૫/- નો મુદામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અરવિંદભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ ચૌહાણ