શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.
અંબાજી આસપાસનાં વિસ્તારોમાં પસાર થતાં કેટલાક વાહનો ઓવરસ્પીડ થી વાહનો હંકારી રહ્યાં છે અને આજ કારણે આજે સવારે પાંસા ગામે દાંતા તરફથી ફરજ પર આવતા બાઇક ચાલક ને બલીનો ના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇક પર બેસેલ 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી જેમને પાલનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અંબાજી નજીક પાંસા ગામે સવારે દાંતા તરફથી અંબાજી તરફ સીવીલ હોસ્પિટલમાં નોકરી પર આવતાં ઈશ્વરભાઈ રતાભાઈ રાઠોડની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી કાર ચાલક ઝાડી મા ઘુસી ગયો હતો અને કારમાં આગળની બે એર બેગ ખુલી જતા કારમાં બેસેલા તમામ લોકોનો બચાવ થયો હતો જયારે કાર થોડી સાઈડ મા પડતી તો પાણી ભરેલા કુવામાં ખાબકી જતી. કાર ચાલકે વીજપોલ પણ તોડી નાંખ્યો હતોઅને છાપરું પણ તોડી નાખ્યું હતું.
સ્પીડ એટલી જોરદાર હતી જે કારણે બાઇક ચાલકને ગંભીર હાલતમાં સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માત સર્જી કારમાં બેસેલા લોકો ઘાયલ વ્યક્તિની ખબર પૂછવા પણ હોસ્પિટલ ગયાં ન હતા તેમ કમાંભાઈ રાઠોડે જણાવ્યું હતું.
:- ઈશ્વર ભાઈ રાઠોડ, અંબાજી સીવીલ મા ડ્રેસિંગ મેન છે :-
અંબાજી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈશ્વર ભાઈ રાઠોડ અહી ડ્રેસિંગ વિભાગમાં સબ ડ્રેસિંગ મેનની ફરજ બજાવે છે
અંબાજી પ્રહલાદ પૂજારી