શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ ધામ સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ બંને તરફ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી હોઇ બનાસકાંઠા પોલીસ દ્વારા જાંબુડી અને સરહદ છાપરી ખાતે પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે ત્યારે 24 તારીખના રોજ અંબાજી આઠ નંબર માં રહેતા ભરતભાઈ મોહનભાઈ લુહાર પોતાની એકટીવા ગાડી લઈને આબુરોડ તરફથી અંબાજી તરફ આવી રહ્યા હતા ત્યારે સરહદ છાપરી પોલીસ ચોકી પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે આ એકટીવા શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. દિનેશભાઇ પરમાર દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં આરોપી ને લઈને પોલીસ કેશ દાખલ કરવામાં આવ્યો હતો.
અંબાજી પોલીસ સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજી આઠ નંબર માં રહેતા ભરતભાઈ મોહનભાઈ લુહાર પોતાની એકટીવા ગાડી લઈને આબુ રોડ તરફ ગયા હતા ત્યારબાદ પરત અંબાજી આવતી વખતે પોલીસ ચોકી પર પોલીસ જવાનો દ્વારા એકટીવા ચેક કરતા તેમાંથી 2800 રૂપિયાની કિંમતની ચાર વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. અંબાજી પોલીસે એકટીવા પણ વીસ હજાર રૂપિયાના કિંમતની કબજે કરી હતી. જીજે – 08 બીજે 9603 એકટીવા માં દારૂ ભર્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.