અમિત પટેલ અંબાજી
ચોક્કસપણે ગુજરાત પોલીસ હાલ ભાવનગર જીલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ ને લઇને બેકફૂટ પર આઇ ગઇ છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં દારૂ પકડવાના અને કેશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે આજે બપોરબાદ અંગ્રેજી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં ગ્રામજનો આ કામગીરી જોવા આવ્યા હતા અને કુંભારીયા કાર્મેલ સ્કુલ પાસે ખુલ્લી જગ્યામાં છેલ્લાં 2-3 વર્ષમા પકડાયેલો અંગ્રેજી દારૂ નષ્ટ કરવાની કામગીરી પુર્ણ કરાઇ હતી. અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, જમાદાર, પીએસઆઈ અને પીઆઇ સહિત તાલુકાનાં વિવિધ અધિકારીગણ હાજર રહ્યા હતા.
અંબાજી પોલીસે છેલ્લા 2-3 વર્ષમા પકડાયેલા વિવિધ કંપનીના અંગ્રેજી દારૂ અંબાજી પોલીસ સ્ટેશન થી ટ્રક મા લાવ્યા બાદ કુંભારીયા ખુલ્લી જગ્યામાં એકઠો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંબાજી પોલીસે આ અંગ્રેજી દારૂ નષ્ટ કર્યો હતો. દારૂની બોટલો ફુટતા અંગ્રેજી દારૂ નદીની માફક વહેતા હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતુ.
દાંતા ના એસડીએમ સુરજ પરમાર ની હાજરીમાં અંગ્રેજી દારૂ નષ્ટ કરવાની કામગીરી પુર્ણ કરાઇ હતી. પોલીસે આપેલી માહિતીમાં 25,000 જેટલી અધધ જેટલી બોટલો જેની કુલ કિંમત 72,00,000 લાખ થાય છે. અંબાજી પીઆઈ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા.