પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સફેદ કલરની I-20 ફોર વ્હીલ ગાડી નંબર પ્લેટ વગરની નોંઘણવદરથી ખીજડીયા તરફ જઇ રહેલ છે અને તે ગાડીમા કંઇક ગેરકાયદેસર ચીજવસ્તુ ભરેલ હોવાની પુરી શ્કયતા છે. જે બાતમી આધારે કાર રોકી ચેક કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. જયદીપસિંહ અખુભા ગોહિલ ઉ.વ.૪૯ ધંધો-ખેતી રહે.જાળીયા તા.ગારીયાધાર જી.ભાવનગર
2. મનદીપસિંહ સજુભા ગોહિલ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે.જાળીયા તા.ગારીયાધાર જી.ભાવનગર
3. વિજયસિંહ ગોહિલ રહે.બડેલી તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)
4. મહેન્દ્રસિંહ ગોહિલ રહે.મુળ-મોટા ઉમરડા હાલ-બોટાદ (પકડવાના બાકી)
5. કલ્પેશભાઇ પટેલ રહે.નોંધણવદર તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)
6. પરેશભાઇ પટેલ રહે.નોંધણવદર તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમિયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ ML કાચની કં૫ની સીલપેક બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૧,૨૦૦/-
2. રોયલ સ્ટેગ પ્રિમિયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૪,૪૦૦/-
3. હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની નંબર પ્લેટ વગરની I-20 કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
4. વીવો કંપનીનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૫,૬૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,હરિચંદ્દસિંહ દિલુભા