LCBએ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે 3 ઈસમની અટકાયત કરી હતી. પોલીસે રૂ. 51,450નો ભંગારનો જથ્થો અને ગાડી મળી રૂ.2.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પૂછપરછ આરંભી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સુરતી ભાગોળ રોડ પર ભંગારનો જથ્થો લઇ પસાર થતી બોલેરો પિકઅપ ગાડીને શંકાના આધારે રોકી તપાસ કરતા અંદર થી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થો દાતાર નગર ખાતે આવેલા ભંગારના ગોડાઉન ખાતે લઇ જવાઈ રહ્યો હતો. ભંગારના જથ્થા અંગે પીકઅપ ગાડીમાં રહેલા ઈસમો પાસે જરૂરી બિલ પાસ પરવાનો અને જી.એસ.ટી નંબર માંગતા ત્રણેવ ઈસમો ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.
જેના આધારે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવીને વેચવા આવી રહ્યા હોવાની શંકા આધારે પોલીસે પિકઅપ ગાડીમાં રહેલ 1715 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 51,450 તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 2.51.450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેમજ પીકઅપ ગાડી ના ચાલક વસીમ મોહમદ ખાલિદ મનીહાર રહે અંસાર માર્કેટ, મૂળ યુ.પી.મ રફીક અહેમદ આશિક અલી પઠાણ રહે અંસાર માર્કેટ અને અબ્દુલ મજીદ અબ્દુલ હમીદ શેખ રહે સુરતી ભાગોળ પટેલ હાઉસની અટક કરી 41(1) ડી મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.