Crime

શક્તિપીઠ અંબાજી મા વધતા અસામાજિક તત્વો સામે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં,આવતીકાલે અંબાજી બંધ રહેશે, માન સરોવર ખાતે જાહેર મીટીંગ યોજાઇ

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.આ શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો અહીં દેશ વિદેશમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

સાથે-સાથે અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે. ત્યારે છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડ્યો છે. 29 જુલાઈના રોજ અંબાજીના જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે-સાથે પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે.

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલ ની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર માં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને ભાગી ગયા હતા.

હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી. જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને આજે અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને પોતાની તકલીફો જણાવી હતી. અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે.

ત્યારે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલ અસામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે.

વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે. અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. તાજેતરમા અંબાજી આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ બની હતી. અને પોલીસ હજુ સુધી આ ચોરીના આરોપીઓ પકડવામાં પણ નિષ્ફળ રહી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના સગા મોટાભાઈ ની મેડિકલ સ્ટોર્સમા 29 જુલાઈના રોજ સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ચારથી પાંચ જેટલા તત્ત્વો ભાગી ગયા હતા.

અને પોલીસ દ્વારા હજુ સુધી એક પણ આરોપીની અટક કરવામાં આવી નથી. જેને લઇને આજે અંબાજી ના માન સરોવર ખાતે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે આ તત્વો અંબાજી આસપાસ રહે છે. અને બજારોમાં ઓવર સ્પીડમાં બાઈકો ચલાવે છે. ત્રણ સવારીમા બાઇકો ચલાવે છે. ગાડીના કાગજો પણ પૂરતા રાખતા નથી.

દુકાનોમાંથી વસ્તુ ઝૂંટવીને ભાગી જાય છે. અંબાજી માનસરોવર ખાતે આજે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે. અંબાજી શક્તિ દ્વાર સામે ઘણા બધા મકાન આવેલા છે. અને આ વિસ્તારમાં અસામાજિક અને લુખા તત્વો અવારનવાર બાઈકો લઈને ફરે છે. જેને લઇને સ્થાનિક મહિલા દ્વારા પોલીસને ફોન કરતા પોલીસે જણાવ્યું કે ઘરમાં રહો જેને લઇને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *