સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ચોકડી પાસે આવેલ બાલા હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ બાપુ ઊર્ફે વિજયગીરી બાપુ જેઓની તારીખ 29 – 9 -2023 ના રોજ રાત્રીના સમયે જગ્યા માં પ્રવેશ કરી મહંત શ્રી ને ક્રુરતા પૂર્વક માર મારતા મંહતનુ મોત નિપજ્યું હતું જ્યારે આરોપીઓ દ્વારા મોબાઈલ , ચાંદીની વીંટી સહિત ની ચોરી કરી નાશી ગયેલ ધટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
જીલ્લા પોલીસ વડા , લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ની ટીમ પણ દોડી ગય હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ ઉપર આવેલ વાડી કામ કરતા મજુરો ની તપાસ લોકલ ક્રાઇમ , એસ.ઓ.જી સ્થાનિક પોલીસ સધન તપાસ હાથ ધરેલ જેમાં સુમલાભાઈ ઊર્ફે સુમલો મનીયા ડામોર દાહોદ જીલ્લા વાળો તથા વિપુલ અરવિંદ પરમાર દાહોદ જીલ્લા વાળાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.જે જાડેજા દ્વારા રાઉન્ડઅપ કરી પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા આરોપીઓ ભાંગી ગયેલા અને આ ગુન્હો કર્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા અન્ય વધુ શખ્સો પણ આ લુંટ અને હત્યામા સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ પોલીસે પકડાયેલ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા વધુ 3 આરોપીઓના નામ ખુલતા પોલીસે ઈશ્ર્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસંગ બામણીયા , શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર તથા રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર તમામ દાહોદ જીલ્લા વાળાને પકડી પાડ્યા હતા પોલીસે આ કામ માં વપરાયેલ 2 મોટરસાયકલ પણ કબ્જે લીધા હતા વધું તપાસ પોલીસે હાથ ધરેલ
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા