પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલ ભાવનગર,એલ.સી.બી.નાં પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયાને બાતમીરાહે હકીકત મળેલ કે, ’’ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)(જે)(એન),૩૭૬ (૩),૧૧૪ તથા પોકસો એકટ કલમઃ-૪,૬,૮,૧૭ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી કરશનભાઇ મેપાભાઇ ચૌહાણ રહે.પટવા તા.રાજુલા જી.અમરેલીવાળા હાલ-વરણી પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, જી.આઇ.ડી.સી., હળવદ જી.મોરબી ખાતે કામ કરી ત્યાં જ રહે છે.
જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ હળવદ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપીની તપાસ કરતાં આરોપી કરશનભાઇ મેપાભાઇ ચૌહાણ ઉ.વ.૪૬ રહે.પટવા તા.રાજુલા જી.અમરેલીવાળા હાલ-વરણી પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, જી.આઇ.ડી.સી., હળવદ જી.મોરબી વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્દસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ (ડ્રાયવર)