રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કલર કામનો કોન્ટ્રકટ ધરાવતો યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવા ફેક ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકી કોમી લાગણી ઉશ્કેરવાની કોશિશ કરાઇ હતી.આ મુસ્લિમ યુવાને જ જાણે પોસ્ટ મૂકી હોટ તેવું ઉશ્કેરીજનક લખાણ પણ લખવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કલરકામનો કોન્ટ્રાકટ ધરાવતા 42 વર્ષીય મુસ્લિમ યુવાનને તેના બે કર્મચારીઓ ગત જુલાઈ મહિનામાં ફોન કર્યો હતો અને ફેસબુક ઉપર ફરતી એક પોસ્ટ બતાવી હતી આ પોસ્ટમાં આ યુવાન સાથે અન્ય એક યુવતીનો ફોટો હતો અને જાણે આ યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવું દરસાવવાની કોશિશ કરી હતી.
એટલું જ નહીં તેની ઉપર અન્ય સમુદાયના લોકોમાં કોમી ઉશ્કેરાટ ફેલાય તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું.આ યુવાને આવી કોઇ આઈડી બનાવવાની વાત દૂર તેની સાથે ફોટોમાં જે યુવતીનો મુકવામાં આવ્યો હતો તેને ક્યારે જોઈ પણ ન હતી.મુસ્લિમ યુવકને સમગ્ર ઘટનાની જાણ થતાં યુવાન પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે અરજીની તપાસ હાથ ધરી હતી અને આખરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતા
મુસ્લિમ યુવનના નામે બનાવટી પોસ્ટ મૂકી ઉશ્કેરવાની કોશિશ.
મુસ્લિમ યુવાન યુવતીને ભગાવી ગયો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો.
પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.