તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દરિયામાં ઊભેલી એક મોટી બોટમાંથી નાના પીલાણાઓ દ્વારા દારૂના કાર્ટન હોડીઓમાં ઉતારવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ આ હોડીઓમાંથી જથ્થો માંગરોળ બારાના કિનારે લાવવામાં આવ્યો હતો.
સ્થળ પરથી જાણવા મળે છે કે લગભગ 30 જેટલા લોકો ડિલિવરી લેવા માટે હાજર હતા. તસવીરમાંથી આશરે 7–8 લોકો દેખાઈ રહ્યા છે, જે પૈકી કેટલાક જણા પીલાણામાંથી માલ ઉતારી બોલેરોમાં ભરી રહ્યા હતા. જાણવા મળ્યું છે કે તે બોલેરો વેરાવળ પાસિંગની હતી.
બોલેરો માલ સાથે સ્થળ પરથી નીકળી ગઈ હતી, જ્યારે બાકીનાં લોકો અન્ય પીલાણામાંથી જથ્થો સગેવગે કરી રહ્યા હતા. સ્થાનિકોમાં ઝઘડો થવાથી મામલો વાયુવેગે પ્રસરી ગયો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.
પોલીસને એક હોળી પૂરી ભરેલી અને બીજી અડધી ભરેલી હાલતમાં મળી આવી. હોડીઓમાંથી મશીન તથા અન્ય સામાન ઉતારી અલગ સ્થળે રાખવામાં આવ્યો હતો. પોલીસે કબ્જે કરેલો દારૂ ભરેલો જથ્થો બોલેરો સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખસેડાયો છે,
જ્યાં હાલ કાર્યવાહી ચાલુ છે.ચર્ચા છે કે મુખ્ય બોટ બીજા રાજ્યમાંથી આવેલી હતી અને અનુકૂળ સ્થળ ન મળતા માંગરોળ દરિયા પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ જ બોટમાંથી જુનાગઢ, પોરબંદર અને વેરાવળ સુધી માલ પહોંચાડવાનો હતો.
લોકોમાં ચર્ચા છે કે બોટ લાંબા સમય સુધી દરિયામાં ઊભી રહી હોવા છતાં કોઈ તપાસ હાથ ધરાઈ નહોતી. હવે સવાલ એ છે કે – આ બોટનો માલિક કોણ ?? 35–40 જેટલા લોકો સાથે ડિલિવરી કરાવનાર કોણ??
છેલ્લા એક મહિનામાં ક્યાં ક્યાં માલ પહોંચાડાયો??
પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. હાલ તો આ દરિયાઈ પટ્ટી સુરક્ષા માટે સવાલો ઊભા કરી રહી છે.
રિપોર્ટ નિતિન પરમાર માંગરોળ જુનાગઢ