પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૬/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ગોરખી ગામના લાલજીભાઇ ધીરૂભાઇ ભાલીયા રહે.ગોરખી તા.તળાજાવાળા ગોરખી ગામે ભુતડા વિસ્તાર તરીકે ઓળખાતી વાડીએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-લાલજીભાઇ ધીરૂભાઇ ભાલીયા રહે. વાડી વિસ્તાર, ગોરખી તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૩૬ કિ.રૂ.૨૪,૬૯૬/-
2. ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૨૮ કિ.રૂ.૧૩,૦૭૬/-
3. મેકડોવેલ્સ નં.૧ ઓરીજનલ બ્લેન્ડેડ વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૨૩ કિ.રૂ.૧૨,૯૨૬/-
4. ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી 180 ML બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧૧,૦૪૦/-મળી કુલ રૂ.૬૧,૭૩૮/–નો મુ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગલસર જોડાયાં હતાં.