Crime

ચીલઝડપ કરેલ મોબાઇલ ફોન-૦૫ સાથે બે ઇસમોને ઝડપી મોબાઇલ ચીલઝડપનાં ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ  સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સાંજનાં સમયે ચાલવા નીકળેલ માણસો મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય.ત્યારે મોટર સાયકલ ઉપર આવી મોબાઇલ ફોન આંચકી લઇ જવાનાં બનાવો બનતા હોવા અંગેનાં ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ગઇકાલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્દભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે ભાવનગર, વિઠ્ઠલવાડી, ઉદ્યોગનગરવાળા ખાંચા પાસેથી કાળા કલરનાં હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ રજી.નંબર-GJ-05-SG 6907 સાથે અમીત ઉર્ફે મીત S/O સુરેશભાઇ તળશીભાઇ મકવાણા ઉ.વ.૨૨ ધંધો-હિરા ઘસવાનો રહે.મુળ-જાળીયા તા.ગારીયાધાર જી.ભાવનગર હાલ-ઠાકર દુવારાની

પાછળ,ભરવાડનાં મકાનમાં ભાડેથી, ફુલસર, ભાવનગર તથા નં.૨ પિયુશ ઉર્ફે રાજા જોગી S/O વલ્લભભાઇ પ્રાગજીભાઇ ઝાપડિયા ઉ.વ.૨૩ ધંધો-હિરા ઘસવાનો રહે.મુળ-હાઇસ્કુલની બાજુમાં, વેળાવદર ભાલ તા.જી.ભાવનગર હાલ-ભરવાડનાં મકાનમાં, મફતનગર, ધોબી ઘાટ પાસે,બોરતળાવ,ભાવનગર વાળા પાસેથી મોબાઇલ ફોન નંગ-૫ તથા મોટર સાયકલ તેઓએ 

ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૪૭,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- એમ કુલ રૂ.૮૨,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેઓને હસ્તગત કરેલ.તેઓની પુછપરછ કરતાં તેઓ બંનેએ મળીને છેલ્લાં છેલ્લાં છ-સાત મહિનાની અંદર અમિત ઉર્ફે મીતે હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ રજી.નંબર-GJ-05-SG 6907 ચલાવી પિયુશ ઉર્ફે રાજા જોગીએ મોટર સાયકલમાં પાછળ બેસીને ચાલતાં-ચાલતાં મોબાઇલ ફોનમાં વાત કરતાં માણસો પાસેથી કાળીયાબીડ,પાણીની ટાંકી પાસેથી સીલ્વર કલરનો વન

કંપનીનો નોડ મોબાઇલ, મીણબતી સર્કલ પાસેથી ભુરા કલરનો રેડ મી કંપનીનો મોબાઇલ, વાઘાવાડી રોડ ઉપરથી વીવો કંપનીનો મોબાઇલ તથા કાળીયાબીડ, લખુભાઇ હોલ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ આંચકીને લઇ લીધેલ હોવાનું જણાવેલ. કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી  એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા,મહિપાલસિંહ ગોહિલ,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,સંજયભાઇ ચુડાસમા તથા ટેકનીકલ ટીમ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *