પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે તેમજ અન્ય ગેરકાયદેસર પ્રકારની ચાલતી પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
તા.૦૭/૦૮/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, તળાજા મહુવા હાઇ-વે ઉપર સાંકડાસર ગામના પાટીયા નજીક મોરલીધર જીનીંગ મીલના કમ્પાઉન્ડમા બે ઇસમો એક ટેન્કરમાં શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ભરી રાખેલ છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના વાદળી રંગના ટેન્કર/ટાંકા ઉપર ગોપાલ કન્સ્ટ્રકશન, ઝાંઝમેર લખેલ રજી. નંબર પ્લેટ વગરના ટેન્કર સાથે નીચે મુજબના માણસો હાજર મળી આવેલ. આ ટેન્કરમાં રહેલ જવલનશીલ જથ્થો સળગી ઉઠે તો તેને ઓલવવા માટે તેઓ પાસે સલામતીના જરૂરી સાધનો બાબતે પુંછતાં આવાં કોઇ સાધનો તેમની પાસે નહિ હોવાનું હાજર બંને ઇસમોએ જણાવેલ. આ ટેન્કરમાં ભરેલ જવલનશીલ ડિઝલનો જથ્થો પુરતા ફાયર સેફ્ટીના સાધનો વગર રાખી સળગી ઉઠે તો માણસોની જીંદગીના જોખમ સામે પુરતો બચાવ થઇ શકે એ રીતેની કોઇ વ્યવસ્થા નહિ કરી બેદરકારી દાખવેલ હોવાથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. આ અંગે તળજા પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ એલ.સી.બી.ના અધિકારી ચલાવી રહેલ છે.
પકડાયેલ ઇસમોઃ-
1.ઝાવીદશા મહેબુબશા પઠાણ ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.મજુર સોસાયટી, લીલીવાવ રોડ, તળાજા, જી. ભાવનગર
2.સીરાજખાન આઝમખાન પઠાણ ઉ.વ.૪૬ ધંધો-ડ્રાયવિંગ રહે.હાજીભાઇની વાડી, સરતાનપર રોડ, તળાજા જી. ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ટેન્કરમાં ભરેલ જવલનશીલ પ્રવાહી લી.૫૦૦૦ કિ.રૂ.૩,૭૫,૦૦૦/-
2. વાદળી કલરના રજી. નંબર પ્લેટ વગરના ટેન્કરની કિ.રૂ.૫૦,૦૦૦/-
3. બેરલ નંગ-૨ કિ.રૂ.૧૦૦/-
4. મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૩૫,૧૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા પો.સબ ઇન્સ.શ્રી વી.સી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતસિંહ ડોડિયા, તરૂણભાઇ નાંદવા, ગંભીરભાઇ પરમાર, પ્રવિણભાઇ ગળસર