પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૧૪/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘોઘા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ નાર્કોટીકસના ગુન્હામાં પોલીસ કસ્ટડીના રીમાન્ડ પરના આરોપી સાજીદ હનીફભાઇ ચૌહાણ રહે.ભાવનગર વાળાને સાથે લઇને તપાસમાં મુંબઇ ખાતે ગયેલ હતાં. જે તપાસ દરમિયાન નીચે મુજબનાં ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીની તપાસ કરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેને ભાવનગર ખાતે લાવી ઘોઘા પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
અનવર ઉર્ફે એ.બી. ઇબ્રાહિમભાઇ સીદ્દી ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે.જનતા તાવડા પાસે, સંઘેડીયા બજાર,મતવા ચોક, ભાવનગર હાલ- પહેલા માળે, મચ્છી વાલા બિલ્ડીંગ, બાવા ગલી, ડોંગરી, દક્ષિણ મુંબઇ તથા ૪૮/ ૫૦, ચોથા માળે, નિયાઝવાલા બિલ્ડીંગ, ઘોઘારી મહોલ્લા,નલબજાર, નવાબ મસ્જીદની પાછળ, મહંમદ અલી રોડ, મુંબઇ
પકડવાના બાકી ગુનાની વિગત:-
1. ભાવનગર,ઘોઘા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૪૦૬૮૬/૨૦૨૪ N.D.P.S. એક્ટ કલમઃ-૮ (સી), ૨૨ (સી), ૨૯ મુજબ
2. ભાવનગર શહેર,નિલમબાગ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૪૦૦૯૪/૨૦૨૪ N.D.P.S. એક્ટ કલમઃ-૮(સી), ર૨(સી), ૨૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના કેવલભાઇ સાંગા, માનદિપસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ગોહિલ