Crime

રૂ.૧,૯૩,૨૦૦/-નાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગાર ની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

ગઇકાલ તા.૧૦/૦૭/૨૦૨૨નાં રોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.નાં પો.કોન્સ. હરિચંદ્દસિંહ ગોહિલને પીન્ટુભાઇ રમેશભાઇ મકવાણા રહે.રેલ્વે સ્ટેશન રોડ,રાજપરા તા.શિહોર જી.ભાવનગરવાળાએ પોતાના કબ્જા ભોગવટાની પ્લાસ્ટીક બાળવાની ફેક્ટરીની ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની મળેલ હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પીન્ટુ રમેશભાઇ મકવાણા કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ. આ ફેકટરીમાં આવેલ ઓરડીમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરી શિહોર પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.આ ગુન્હાનાં કામે આરોપીને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
 1. રોયલ ગ્રીન રીચ બ્લેન્ડેડ વ્હીસ્કી સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૮૪ કિ.રૂ ૧,૧૫,૨૦૦/-
2. ઇનેટ રીઝર્વ બેરલ બ્લેન્ડ ડીલકસ વ્હીસ્કી સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-
3. એપીસોડ સુપીરીયર ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૩૯,૬૦૦/-
4. કિંગફીશર સ્ટ્રોંગ ફ્રેશ ૫૦૦ ML બિયર ટીન-૯૬ કિ.રૂ.૯,૬૦૦/-
આમ, ઇંગ્લીશ દારૂની પેટી નંગ-૫૧માં બોટલ નંગ-૬૧૨ કિ.રૂ.૧,૮૩,૬૦૦/- તથા બિયર ટીનની પેટી-૪માં ભરેલ બિયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/- મળી કુલ રૂ.૧,૯૩,૨૦૦/- નો મુદદામાલ

 કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
 પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, બીજલભાઇ કરમટીયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *