Crime

ભાવનગર,કોબડી ટોલ નાકા પાસે આવેલ માધવ કોપર નામની ફેકટરીમાં થયેલ રૂ.૨૪ લાખ નાં મુદ્દામાલની ચોરી તથા બોટાદ જીલ્લાની બંધ સીમેન્ટ ફેકટરી તથા ખુલ્લી જગ્યામાંથી કરેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલી કુલ-૫ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ  સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, સીદસર ચોકડી પાસે રોડ ઉપર આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર, સીદસર રોડ ઉપર વરતેજ તરફ જતાં રોડ ઉપર આવેલ નાળા પાસે સફેદ કલરની લોડીંગ બોલેરો વાહન રજી.નંબર-GJ-04-AT 9664માં અમુક માણસો તાંબાનો ભંગાર ભરી વેચવાની પેરવીમાં છે. આ તાંબાનો ભંગાર તેઓ કયાંકથી ચોરી કરેલ લાવેલ હોવાની શંકા છે.જે આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો પાસેથી નીચે મુજબનો કુલ રૂ.૩,૯૬,૯૭૦/- નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસોની પુછપરછ કરતાં નીચે મુજબનાં નં.૧ થી ૩ માણસોએ તેઓનાં અન્ય સાગરીતો નરેશ ઉર્ફે નરો પુજાભાઇ કોળાદરા તથા શૈલેષ ઉર્ફે સલુ અજુભાઇ ડાંડોળીયા રહે.બંને ઝમરાળા તા.જી.બોટાદ તથા લાલજીભાઇ ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ રહે.ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગરવાળા સાથે મળી આજથી આશરે પંદરેક દિવસ પહેલાં બોટાદ જિલ્લાનાં સમઢીયાળા નં.૨, રોડ ઉપર આવેલ સીમેન્ટની બંધ ફેકટરીમાંથી લોખંડની રીંગની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે ચોરીમાં મળેલ માલ વિક્રમ ભીખાભાઇ રાઠોડ રહે.ભાવનગરવાળાને વેચાણ કરી આપેલ.

આજથી બારેક દિવસ પહેલાં નં.૧ થી ૪ તથા તેઓનાં અન્ય સાગરીતો નરેશ ઉર્ફે નરો પુજાભાઇ કોળાદરા તથા શૈલેષ ઉર્ફે સલુ અજુભાઇ ડાંડોળીયા રહે.બંને ઝમરાળા તા.જી.બોટાદ તથા લાલજીભાઇ ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ રહે.ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગરવાળાએ ભેગાં મળીને રાતનાં સમયે કોબડી ટોલ નાકા પાસે આવેલ માધવ કોપર નામની ફેકટરીમાંથી ચોરી કરેલ.તે ચોરીમાં નીચે મુજબની તાંબાની પટ્ટીઓ મળેલ હોવાની કબુલાત કરેલ.

આજથી ચારેક દિવસ પહેલાં નીચે મુજબનાં નં.૧ થી ૪ તથા તેઓનાં અન્ય સાગરીતો નરેશ ઉર્ફે નરો પુજાભાઇ કોળાદરા તથા શૈલેષ ઉર્ફે સલુ અજુભાઇ ડાંડોળીયા રહે.બંને ઝમરાળા તા.જી.બોટાદ તથા લાલજીભાઇ ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ રહે.ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગરવાળાએ ભેગાં મળીને રાતનાં બોટાદ જીલ્લાનાં કારીયાણી-સમઢીયાળા નં.૧ રોડ ઉપર નહેર પાસેથી જમીન ઉપર પાથરેલ કેબલ વાયરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે ચોરીમાં મળેલ માલ વિક્રમ ભીખાભાઇ રાઠોડ રહે.ભાવનગરવાળાને વેચાણ કરી આપેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ખરાઇ કરતાં નીચે મુજબનાં ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.જેથી તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસોઃ-
1. ભરતભાઇ ઉર્ફે રોકી ડુંગરશીભાઇ વાઘેલા ઉ.વ.૩૦ રહે. કોળીવાસ, જુનુ ઇશ્વરીયા તા.શિહોર જી.ભાવનગર
2. વિક્રમભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.ભોળાદ તા.શિહોર જી.ભાવનગર
3. વિજયભાઇ ધીરૂભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.મુળ-મામાના ઓટલા પાસે,કઠવા તા.તળાજા જી.ભાવનગર હાલ-વડીયા તા.શિહોર જી.ભાવનગર
4. રણજીત ઉર્ફે ભોથો હરજીભાઇ પરમાર ઉ.વ.૨૪ રહે.ભોળાદ તા.શિહોર જી.ભાવનગર હાલ-રાજપરા તા.શિહોર જી.ભાવનગર
5. વિક્રમભાઇ ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે.પ્લોટ નંબર-૧૮,ઓમ નમ: શિવાય સોસાયટી, તુલશી ગલ્લાની પાછળ, ફુલસર, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. તાંબાની ધાતુનાં અલગ-અલગ સાઇઝની નાની-મોટી પટ્ટીઓ વજન-૧૪૩ કિલો તથા ટુકડાઓ વજન-૯૦ કિલો મળી કુલ વજન-૨૩૩ કિલો કિ.રૂ.૧,૪૬,૭૯૦/-
2. સફેદ કલરની મહિન્દ્દા એન્ડ મહિન્દ્દા કંપનીનાં લોડીંગ બોલેરો મેકસીટ્રક પ્લસ રજી.નંબર- GJ-04-AT 9664 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
3. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૯૬,૯૭૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. ભાવનગર,વરતેજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૫૩૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ
2. બોટાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૪૩૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, અરવિંદભાઇ બારૈયા, વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા,સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ,ઇમ્તિયાઝખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હરપાલસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર, રઘુભાઇ મકવાણા, હરિચંદ્દસિંહ ગોહિલ, સંજયભાઇ ચૌહાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *