પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૯/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો મહુવા ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા મહેન્દ્દસિંહ સરવૈયાને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે,વીકટર ગામના નાગજીભાઇ માધાભાઇ સાંખટ પોતાની અશોક લેલન્ડ ગાડી રજી.નં.GJ-32-T-9905માં ભરેલ પ્લાસ્ટીકના કચરાની આડમાં ઇગ્લીશ દારૂ ભરીને ભાવનગર તરફથી આવે છે અને મહુવા તરફ જાય છે.જે મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં આરોપી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક નાની-મોટી બોટલો તથા બિયર સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. નાગજીભાઇ માધાભાઇ સાંખટ ઉ.વ.૫૦ ધંધો-ડ્રાયવીંગ રહે. નેસડા વિસ્તાર, વીકટર તા.રાજુલા જી.અમરેલી
2. સંજયભાઇ કરશનભાઇ સોલંકી રહે.ઢસીયા તા.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બડવાઇઝર મેંગન પ્રિમીયમ બીયર ૫૦૦ ML કંપની સીલપેક બીયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૪,૮૦૦/-
2. રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૬૪,૮૦૦/-
3. ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પીકડ ગ્રેઇન વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-
4. ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પીકડ ગ્રેઇન વ્હીસ્કી ૧૮૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૭૧૮ કિ.રૂ.૭૧,૮૦૦/-
5. રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૧૮૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩૮૪ કિ.રૂ ૩૮,૪૦૦/-
6. રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/-
7. અશોક લેલન્ડ ટ્રક રજી.નં.GJ-32-T-9905 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૩૨,૬૦૦/-નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,તરૂણભાઇ નાંદવા,પીનાકભાઇ બારૈયા,પ્રજ્ઞેશભાઇ પંડયા