પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૦૧/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો પકડવાના બાકી આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, (વલસાડ) વાસી G.I.D.C પો.સ્ટે પાર્ટ એ-૧૧૨૦૦૦૪૯૨૫૦૧૪૬/૨૦૨૫ B.N.S કલમ ૩૧૬(૨), ૩૧૯(૨), વિગેરે મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી અશોકભાઇ રાઘવભાઇ નકુમ રહે.બોરડી ગામ પટેલ શેરી તા.મહુવા વાળો બ્લુ કલરનો શર્ટ અને ગ્રીન કલરનુ પેન્ટ પહેરીને ચીત્રકુટ ધામ પાસે ઉભેલ છે. જે બાતમી આધારે તપાસ કરતા નીચે મુજબના ગુનામાં પકડવાનો બાકી આરોપી હાજર મળી આવતા પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાનો એકરાર કરેલ. જેથી પકડવાના બાકી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને વલસાડ જિલ્લાના વાસી G.I.D.C પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-અશોકભાઇ રાઘવભાઇ નકુમ ઉ.વ.૨૮ ધંધો.પ્રા.નોકરી મુળ રહે.બોરડી ગામ પટેલ શેરી તા.મહુવા હાલ રહે.મહારાણા પ્રતાપચોક ધ્રુવ પાર્ક સોસાયટી ઘર નં.૧૫૪ સુરત
પકડવાના બાકી ગુનાની વિગત:-વલસાડ, વાસી જી.આઇ.ડી.સી પો.સ્ટે પાર્ટ એ-૧૧૨૦૦૦૪૯૨૫૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૧૮(૪), ૬૧ તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, પ્રવિણભાઈ ગલચર જોડાયાં હતા.