bhavnagarBreaking NewsCrimeGujarat

તળાજા પંથકમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૫૦ કિ.રૂ.૩,૧૫,૦૦૦/-સહિત કુલ રૂ.૮,૧૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૫/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તળાજાના મહુવા ચોકડીએ આવતાં પો.કોન્સ.તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે,તળાજાના આકાશભાઇ ભરતભાઇ બારૈયા તેના જાણીતાની બોલેરો ગાડી રજી.નં.MH-15-HH-2299માં પ્લાસ્ટીકના કેરેટની આડમાં ઇગ્લીશ દારૂ ભરીને ભાવનગર તરફથી તળાજા આવે છે અને થોડી વારમાં બોલેરો ગાડી નિકળવાની છે.જે મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં આરોપીઓ નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામના આરોપીઃ-
1. પ્રમીદભાઇ સોમનાથભાઇ ભાવડ ઉ.વ.૨૨ ધંધો-ડ્રાયવીંગ રહે.સોમનાથ ભાવડ,ચાસ નાંદુર રોડ, મુ.પો. ચાસ, તા.સિન્નર, જી.નાસિક
2. આકાશભાઇ ભરતભાઇ બારૈયા ઉ.વ.૨૭ ધંધો-અભ્યાસ રહે.વાવ ચોક, ભવાની મંદિરની બાજુમાં, તળાજા
3. જીતેન્દ્રભાઇ પાદવરાવ ઢોણે ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.ચાસ, મરાઠી સ્કુલની પાસે, તા.સિન્નર, જી.નાસિક
4. રાજુભાઇ ઓઢાભાઇ બારૈયા રહે.બોરડા ગામ, તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. એયલોટ XXX રમ ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૫૪૬ કિ.રૂ.૧,૬૩,૮૦૦/-
2. કિંગ્ઝ ડીલાઇટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૫૦૪ કિ.રૂ.૧,૫૧,૨૦૦/-
3. મહિન્દ્રા કંપનીની સફેદ કલરની લોડીંગ બોલેરો કાર રજી.નં.MH-15-HH-2299 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૮,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 396

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *