પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૩/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનગર,ચિત્રા,રામદેવનગરના નાંકે,શેર-એ-પંજાબ હોટલ પાસે બે પુરુષો વિમલ કંપનીના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી જાહેર રોડ ઉપર ઉભા છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબની અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓ બંને વિરૂધ્ધ ભાવનગર શહેર,બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. સુરેશભાઇ ઉર્ફે ઓ.બી.એસ. પોપટભાઇ રાઠોડ ઉ.વ.૪૫ ધંધો-કલરકામ
2. રોહન સુરેશભાઇ રાઠોડ ઉ.વ.૨૧ ધંધો-ગેરેજ કામ રહે.બંને પટેલના મકાનમાં ભાડેથી, શામપરાના પાટીયા પાસે, સીદસર, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ટોર્નેડો ફિકસર બ્લેન્ડેડ પામ લીકર ૭૫૦ ML લખેલ બોટલ નંગ-૬૦ કિ.રૂ.૧૮,૦૦૦/-
2. બ્લ્યુ એન્ડ ગોલ્ડ રેર પ્રીમીયમ બ્લેન્ડેડ પામ લીકર ૭૫૦ ML બોટલ નંગ-૪૮ કિ.રૂ.૧૪,૪૦૦/-
3. વિમલ કંપનીના થેલા નંગ-૦૩ કિ..રૂ.૩૦૦/- મળી કુલ રૂ.૩૨,૭૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી