bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સપાટો સોલાર પેનલની પ્લેટ્સની ચોરી કરતી ટોળકીને રૂ.૪,૬૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલયો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાબભાઇ હરકટ તથા એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે,શરદ ખેર તથા તેના મિત્રો મનદિપસિંહ સરવૈયા, શુભરાજ ખેર એ મળીને શરદ ખેરના વાડી વિસ્તાર,દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે.જે સોલાર પ્લેટ તેઓ કયાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબની શંકાસ્પદ સોલાર પ્લેટ્સ સાથે હાજર મળી આવેલ.જે સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ સોલાર પ્લેટ્સ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ ત્રણેયની પુછપરછ કરતાં તેઓ ત્રણેય જણાંએ સાથે મળીને આજથી આશરે એકાદ મહિના પહેલાં મંગેળા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રીના સમયે ચોરી કરીને શરદ ખેરની મહિન્દ્દા કેમ્પર રજી.નંબર-GJ-04-AW 7971 માં ભરીને શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધેલ હોવાનું અને બે સોલાર મનદિપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ સાંઇ કૃપાવાળા અલ્પેશભાઇને વેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. શરદભાઇ મનુભાઇ ખેર ઉ.વ.૨૨ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.વાડી વિસ્તાર, દાઠા પોલીસ સ્ટેશન પાછળ,દાઠા તા.તળાજા જી.ભાવનગર
2. મનદિપસિંહ અશોકસિંહ સરવૈયા ઉ.વ.૨૦ ધંધો-અભ્યાસ રહે.દરબાર ગઢ,વાટલીયા તા.તળાજા જી.ભાવનગર
3. શુભરાજ મનુભાઇ ખેર ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે.મુળ-મંગેળા તા.તળાજા જી.ભાવનગર હાલ-કઠુડીમાંવાળા રસ્તે,કઠવા તા.તળાજા જી.ભાવનગર

રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
એલ્યુમીનીયમ ધાતુમાં ફીટ કરેલ WAAREE ONE WITH THE SUN MADE IN INDIA લખેલ આશરે ૭.૫ X ૩.૫ ફુટની પ્લેટ નંગ-૨૯ કિ.રૂ.૪,૬૪,૦૦૦/-નો મુદ્દામાલ
ચોરી કરવાની એમ.ઓ.
રાત્રીના સમયે મંગેળા ગામે આવેલ સોલાર પ્રોજેકટ પ્લાનની જગ્યામાંથી સોલાર પ્લેટની ચોરી કરેલ છે.

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
દાઠા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૩૨૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૪૪૭,૩૭૯ મુજબ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં બાબાભાઇ હરકટ,યુસુફખાન પઠાણ,પાર્થભાઇ ધોળકિયા,એજાજખાન પઠાણ,વિશ્વજીતસિંહ ઝાલા,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *